Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 53
________________ અનુશાસન શબ્દ આજે પોતાનો અર્થપ્રભાવ ખોઇ બેઠો છે અને આઝાદી શબ્દનો અર્થપ્રભાવ ઝનૂને ચડ્યો છે. રસ્તા પરના વાહન ચાલકો બધા જ પોતપોતાના મનસ્વી નિયમો બનાવીને વાહન હંકારે તેમાં રસ્તા પર કોઇની સુરક્ષા નથી, તેની પોતાની પણ નહીં. આઝાદી અને અવ્યવસ્થા વચ્ચેનો ભેદ ખૂલવો જોઇએ તેમ અનુશાસન અને આઝાદી વચ્ચેનો ભેદ ખિલવો જોઇએ. તત્ત્વજ્ઞ એપીટેટસ વેચ્છાચારના નિયંત્રણને આઝાદી કહે છે. તેનું મજાનું 9134 E9. Freedom is not procured by a full enjoyment of what is desired, but controlling the desire. આકાશમાં ઊંચે ઊડતો પતંગ ઉપરની હવામાં ટકે છે શેનાથી ? દોરીથી જ તે ટકે છે. ઉપલક દૃષ્ટિએ કદાચ એવું લાગશે કે આ દોરી તો તેને ઉપર જતા રોકે છે, પણ એકવાર દોરીછૂટી થયા પછી પતંગનું શું થાય છે તે જોઇ લેજો. ગમે તેટલા ઊંચે ગયેલા પતંગની સુરક્ષા નીચેની દોરી સાથે બંધાયેલા રહેવામાં છે. અનુશાસનને આ અર્થમાં સમજવાનું છે. જે પ્રગતિને રોકે નહીં, પ્રગતિને સ્થાયી અને સુરક્ષિત બનાવે. વૃક્ષની ફરતી પાંજરાની વાડ એ તેનું બંધન નથી પણ તેની સુરક્ષા છે. એ વાડ એટલી બધી સજ્જડ ન હોય કે જેથી વૃક્ષનો વિકાસ જ રુંધાઇ જાય પણ સાથે તે એટલી શિથિલ કે દૂર પણ ન હોય કે જેથી વૃક્ષ આડું ફાટી શકે ! અનુશાસન આ અર્થમાં વ્યક્તિને સુરક્ષારૂપ છે. નવી પેઢીની માનસિક તાસીર જો કે આજે જુદી જણાય છે. આજે છે દાયકા પછી ફરી એકવાર આ દેશમાં સ્વાતંત્ર્યનો પવન ફૂંકાઇ રહ્યો છે. ઇ.સં. સન ૧૯૪૭ પૂર્વે સ્વાતંત્ર્યની ચળવળ ઉપડેલી. આજે સ્વાતંત્ર્યની ચળ ઉપડી છે. નવી પેઢીની વિચારધારા બ્લન્ટ અને ફ્રન્ટ બનતી જાય છે. ટેલિવિઝન ઉપર ચાલતી ફેમિલી સિરીયલોનો રોલ આ તબક્કે ખૂબ જ ઘાતક છે. આ સિરીયલો હળવે હાથે નવી પેઢીમાં એક બળવાખોર માનસ ઘડે છે જે અનુશાસકની સામે પડી શકે. અનુશાસનના નામે જાણે કે આપણી સ્વતંત્રતા છીનવી લેવાય છે, આપણા ઉપર બધા નિર્ણયો જાણે કે ઠોકી બેસાડવામાં જ આવે છે. આપણી ૪૬ ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98