Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 52
________________ અર્પે તેવું ફ્રી કલ્યર છે અને પાછું તે કલ્ચરને કવચ આપે તેવું કાનૂની પડ પણ છે. માત્ર બે થી ત્રણ વર્ષની ઉમરે પહોંચેલો બાળક પોતાના અલગ રૂમ માટે હકદાર બને છે. આવા પરિવારને સિંગલરૂમ કિચનનો ફ્લેટ ન મળે. તેણે બાળક માટે અલગ રૂમની જોગવાઇ કરવી જોઇએ કારણ કે બાળકને પોતાની જીંદગી હોય છે અને પ્રાઇવસીને તે લોકો જીંદગીનો એક બહુ જ અગત્યનો મામલો ગણે છે. તાકાત હોય તો પોતાના સંતાન સાથે પપ્પા કડક વલણ અખત્યાર કરી જોવે. ગણતરીની જ મિનિટોમાં ઘર નીચે પોલિસવેન આવી શકે છે અને પપ્પાને કડક શબ્દોમાં ચેતવણી આપી શકે છે “તમારા છોકરા સાથે સરખી રીતે વર્તતા શીખો !” એટલી શીવાતમાં પોતાના રૂમમાંથી પોતાના ફોન પરથી પોલિસને ડાયલ કરીને પોતાના પપ્પાને ગિરફતાર કરાવી દેવા સુધીની સત્તા જે દેશના બાળકોને મળતી હોય તે દેશની ખાજો દયા, તે બાળની ખાજો દયા ! બાળકો પર વધુ કડપ રાખવાથી ચાઇલ્ડ રાઇટસનો ભંગ થતો હોય તો પોતાના સંતાનો પર અનુશાસન રાખવાનો વાલીઓનો પણ કોઈ અધિકાર ખરો કે નહીં ? બાળકોના સ્વાતંત્ર્યને વધુ વ્યાપ આપવાથી પેરન્ટ્સ રાઇટનો ભંગ થયો કહેવાય કે નહીં ? વાસ્વતમાં બાળકો પર અનુશાસન રાખવું એ પેરેન્ટ્સનો માત્ર હક નહીં, પવિત્ર ફરજ છે. - બાલ્યકાળ અને કિશોરાવસ્થામાં સમજણની અને અનુભવની મર્યાદા હોવાથી કોઇ ખોટી ટેવ કે ખોટી સોબતનો ભોગ બને તે સંતાન માટે સંભવિત છે. આવી સ્થિતિમાં સમજાવવા છતાં ન માને તો કડકાઇનો સાથ લઇને પણ તેને “કુ'ની ચુંગાલમાં ફસાતો અટકાવવાની જવાબદારી કોની ? બાળકને પોતાની જીંદગી હોય છે તેની ના નથી, પણ તેની જીંદગી ઘડવાની કો'કની જવાબદારી પણ હોય છે. અંગ્રેજીમાં વાલી માટે મજાનો શબ્દ વપરાય છેઃ “ગાર્ડિયન.' ગાર્ડિયન એટલે “હી હુ ગાસ'. બાળકની જીંદગીનું રખોપું કરવાની પવિત્ર ફરજ કરતા એક વાલી તરીકે બીજી કઇ ચડિયાતી કાર્યવાહી હોઇ શકે ? ઘરશાળા ૪૫

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98