Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 51
________________ જે લગભગ ઓછી થતી નથી. “નાના બાળકો નાની સમસ્યા ઊભી કરતા હોય છે અને મોટા બાળકો મોટી સમસ્યા ઉત્પન્ન કરનારા હોય છે'' તેવું પણ એક તારણ નીકળ્યું હતું. - તેમાં પણ બાળકો જ્યારે બહાર ગયેલા હોય, મોડે સુધી બહાર રહેતા હોય કે દૂર હોસ્ટેલ વગેરેમાં રહેતા હોય ત્યારે ચિંતાનું પ્રમાણ ઘણું વધી જતું હોવાનું જણાવ્યું હતું. અમેરિકન સોશિયોલોજિકલ એસોસિએશનના મુખપત્રમાં આ અભ્યાસ પ્રસિદ્ધ થયો હતો. જેમાં સરવાળે સંતાનોના ઉછેરને, મા-બાપના માનસિક સ્વાસ્થય માટે એક પડકારૂપ પ્રક્રિયા તરીકે જણાવેલ છે. જેનો જન્મ આનંદના આંદોલનો જગાવનારો હોય, જેનો જન્મ પેંડાના પેકેટોનું વિતરણ કરાવનારો ગણાય, જેનો જન્મ અભિનંદનની વર્ષા ખેંચી લાવનારો મનાય અને સમગ્ર ઘરમાં ને પરિવારમાં ઉત્સવનું વાતાવરણ સર્જનારો હોય તેનો ઉછેર તેના જ જનક અને જનેતાના માનસિક સ્વાથ્ય માટે પડકારરૂપ કઇ રીતે બને ? જે ઘડપણની લાકડીગણાય તે ચિંતાની ચિનગારીબને ? જે આવતીકાલનો આધારગણાય તે આવતીકાલનો પડકાર બને ? પોતાનો જ અંશ ને પોતાનો જ વંશ શું પોતાને જ પડકારે ? જે દેશની જીવનશૈલીમાં બાળસંસ્કરણની હવા અને અનુશાસનની દવા ન હોય, તેમજ તેને પૂરક સામાજિક માળખું ન હોય ત્યાંની આ ગવાહી છે. ભારત માટે કદાચ આગાહી કહી શકાય.' કોઇપણ દેશના સામાજિક માળખાની ગુણવત્તાનો આધાર બે વસ્તુ પર રહે છે. (૧) દેશની પરંપરાગત સંસ્કૃતિ. (૨) દેશનું વર્તમાન કાયદાકીય માળખું. પશ્ચિમના અનેક મૂડીવાદી દેશોમાં આજે કુટુંબવાદ પણ બચ્યો નથી. તેનું એક કારણ એ છે કે ત્યાંના કલ્ચરમાં અને કાયદાઓમાં સ્વાતંત્ર્ય' શબ્દને ઘણું બધું સ્વાતંત્ર મળેલું છે. અમેરિકામાં સંતાનોને બગડવાની તમામ સવલતો ४४ ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98