Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 49
________________ કાંત શબ્દ પ્રયોજીને સામાન્ય ફેરફાર સાથેની રજુઆત આવી હોઇ શકે. भीमो हि भयहेतुः स्यात्, कान्तो ह्यवज्ञतागृहम् । द्वयात्मनि न दोषोऽस्ति, भीमकान्तैकभेषजे ।। જે વધુ પડતો કડપ રાખે તેવા વાલી આગળ જતા સંતાન ગુમાવે છે. અને જે વધુ પડતા લાડ લડાવે તે સંતાન પરનું નિયંત્રણ ગુમાવે છે. પરંતુ આવું કોમ્બિનેટેડ પેરન્ટહૂડ બજાવતા આવડે તેના સંતાનો સંસ્કાર અને સફળતાના સોપાનો ચડવામાં હાંફતા નથી. આ વાતને વધુ સરળતાથી સમજવી હોય તો ચાકડે માટીચડાવીને માટલા બનાવતા કુંભારને એકવાર જોઇ લેવો જોઇએ. “ભીતર હાથ સંવારદ, ઉપર મારે ચોટ..” કુંભાર એક હાથ માટલાની અંદર રાખે, બીજા હાથે ઉપર ટપારતો જાય ને ઘડો ઘડાતો જાય. ઉપરથી ટપારે નહિ તો આકાર-નખરે નહિ, અને ટપારતી વખતે અંદરહાથનો ટેકો ન હોય તો આકાર બેસી જાય અથવા કાણું પડી જાય. બહારથી તે કુંભારનો એક જ હાથ કામ કરતો દેખાય છે છતાં બન્ને હાથનું કમ્બાઇન્ડ ફંકશનિંગ હોય છે તેમાં બે મત નથી. આ રીતે સમય, સ્નેહ અને શિસ્તના ટાંકણે સંસ્કારિતાનું મનોહર શિલ્પ ઘડનારા છે મસ્ત પપ્પા. ગ્રસ્ત, વ્યસ્ત અને મસ્ત દરેકના ફિઝિકસમાં અને બાયોલોજીમાં ખાસ ફરક હોતો નથી. છતાં, તેની કેમિસ્ટ્રીમાં ઘણો ફરક હોઇ શકે છે. ગોલવડના ચીકુ, નાગપુરની નારંગી, રત્નાગિરિની કેરીને કાશ્મીરી સફરજન જેમ પોતાના સમાન જાતીય ફળોની દુનિયામાં રાજા ગણાય છે, કારણ કે અન્ય ફળો કરતાં તેમની કેમિસ્ટ્રી તુલનાત્મક રીતે કંઇક ઊંચી છે. તેમ અહીં પણ મસ્ત પપ્પા એટલે બસ, મસ્ત પપ્પા ! મસ્ત સંતાન મેળવવા માટે મસ્ત પપ્પા બનવાની સાધના અનિવાર્ય છે. જેમના પપ્પા ગ્રસ્ત, તેમના સંતાનો ત્રસ્ત ! જેમના પપ્પા વ્યસ્ત, તેમના સંતાન સુસ્ત ! જેમના પપ્પા મસ્ત, તેમના સંતાનો અલમસ્ત ! ૪૨ શશાળા

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98