________________
સ્નેહઃ સમય હોવો અને સ્નેહ હોવો એ બે પણ અલગ બાબતો છે. આઈડલ (IPLE) અને આઇડિયલ (Ideal) શબ્દો વચ્ચે આમ બહુ ઓછો ફરક છે. અને છતાં ઘણો બધો ફરક છે.
પપ્પાનું વ્યક્તિત્વ એવું સોહામણું હોય કે વિના સંકોચે આશ્રિત ગમે ત્યારે પપ્પાનો અપ્રોચ કરી શકે. મુંઝવણ વિના કોઈ પણ બાબત પૂછી શકે. સલાહ માંગતા સંકોચ ન થાય અને ભૂલ કબૂલતા ભય ન લાગે તેવું નિર્ભય સ્થાન એટલે મસ્ત પપ્પા ! જેની પાસે છાંયડો પણ મળે ને આંબા પણ મળે તેવું આમ્રવૃક્ષ એટલે મસ્ત પપ્પા !
શિસ્ત સ્નેહ હોવો અને શિસ્ત હોવી આ બન્ને બાબતો પરસ્પર વિરોધી નથી પણ પરસ્પર પૂરક છે. પરમાત્મા પાસે કરુણા હોય છે. પોલિસ પાસે કડપ હોય છે. પિતા પાસે બન્નેનું કોમ્બિનેશન જોઇએ. કેટલાક મા-બાપ પાસે લાડનો અતિરેક હોય છે. કેટલાક પાસે ધાકનો અતિરેક હોય છે. આ બન્ને “અતિ' સંતાન માટે પનોતીરૂપ સાબિત થઇ શકે છે.
આશ્રિતોના સુયોગ્ય ઘડતર માટે ઘડવૈયા પાસે હોવા જરૂરી એવા બે મહત્ત્વના ગુણો ઉપર જૈન દર્શને સરસ પ્રકાશ પાડ્યો છે.
(૧) ભીમ ગુણ. (૨) કાંત ગુણ
જેનાથી આશ્રિત સહજ રીતે થોડી આમન્યા જાળવે, ઉપરવટ જતા પહેલા વિચારે, જેનાથી આશ્રિતને થોડો ફડક રહે, અને તેને કહેલું અસર કરે તેવું વ્યક્તિત્વ એટલે ભીમગુણ.
જેનાથી આશ્રિતને પોતાના તરફ સહજ ખેંચાણ થાય, પોતાની હાજરી માટે એ સતત તલસતો રહે અને વગર સાંકળે પણ તે બંધાયેલો રહે તેવું વ્યક્તિત્વ એટલે કાંતગુણ.
અલગ શબ્દોમાં કહીએ તો એક આંખમાં રતાશ અને બીજી આંખમાં ભીનાશ એટલે ભીમ અને કાંત ગુણ. આ બન્ને ગુણોનું કોમ્બિનેશન આશ્રયદાતાને સમર્થ અને સફળ બનાવે છે. વધુ પડતી ધાક એટલે ફિલ્ટરેશન
૪૦
વરશાળા