Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 45
________________ હોતું. નાળિયેરી પરમીઠા ફળ પાકે છે પણ તે છાયા આપી શકવામાં અસમર્થ છે. વડલા નીચે હૂંફાળી છાયા મળે પણ ત્યાં મીઠા ફળ નથી હોતા. આંબાના વૃક્ષ પાસે બન્ને આપવાની ક્ષમતા છે. પિતૃત્વના નિખારને આ રીતે નજરમાં રાખીને પપ્પાઓનું વર્ગીકરણ ત્રણ કક્ષામાં થઇ શકે. (૧) ગ્રસ્ત પપ્પા (૨) વ્યસ્ત પપ્પા (૩) મસ્ત પપ્પા ગ્રસ્ત પપ્પાઃ કામના બોજ નીચે કે તનાવ હેઠળ જેમના જીવનનો સમય અને સંવેદનાઓ સાવ નામશેષ થઇ ગયા હોય. ચપટી વગાડીને લાખ રૂપિયા કમાઇ શકે તેવું તકદીર હોય પણ સંતાનને એક કલાક આપવા જેમણે રીતસરનો પરસેવો પાડવો પડતો હોય. સંતાન સાથે મહિને એક વાર નિરાંતે વાત કરવાની પણ જેમને ફુરસદ ન હોય. સંતાનના અભ્યાસ, સ્વાસ્થ, સ્વભાવ અને તેની ખામીઓ, ખૂબીઓથી જે ઘણાખરાં અજાણ હોય. (અલબત્ત અજાણ રહ્યા હોય). “તમારો બાબો કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે' આવો પ્રશ્ન પૂછાય ત્યારે કેટલાક પપ્પાએ જવાબ આપતા પહેલા બાબાની મમ્મીને કન્સલ્ટ કરવા પડે છે ! આવા પ્રસંગે પપ્પાના સ્ટાન્ડર્ડનો પણ ખ્યાલ આવી જાય છે. • સંતાનના સાંસ્કારિક ઘડતર માટેની જેમની પાસે કોઇ દૃષ્ટિ ન હોય, • સંતાનોની સોબત અને નોબત અંગે વિચારવાનું જ્યાં મગજ ન હોય, • સ્નેહ અને સમય મેળવવા માટેના પોતાના પ્યારા સંતાનોનું અવ્યક્ત આક્રન્દ સાંભળી શકે તેવા જેમની પાસે કાન ન હોય, • પોતાના સંતાનને હૂંફાળુ હેત આપી શકે તેવું જ્યાં હૃદય ન હોય, જે છે, છતાં નથી જેવા છે, રાહુથી ગ્રસ્ત ચન્દ્ર જેવા પપ્પા એટલે ગ્રસ્ત પપ્પા ! આવા પપ્પા પાસે પોતાના સંતાનોના ઘડતર માટેની માહિતી કે મહેનત બેમાંથી એકેય હોતા નથી. પૃથ્વી પર કેટલાક એવા વૃક્ષો પણ હોય છે જેની પાસે પાંદડા કે ફળ કાંઇ જ નથી હોતું ! ૩૮ ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98