________________
વગરનો ભીમગુણ. તે એક હેવી સ્ટીમરોલર બનીન આશ્રિતના મનને કચડી નાંખે છે અને તેને સાવ શુષ્ક અને રૂક્ષ બનાવી દે છે. વધુ પડતા લાડ એટલે કાંતગુણની રેલમછેલ, જે સંતાન માટે ઉદ્ધતાઇક અને ઉચ્છંખલતાની ખાઈ તરફ ધકેલતો ઢાળ બને છે.
શરીર, મન અને સંતાન આ ત્રણે ય અતિ લાડને પાત્ર નથી. અનિલાડથી શરીર શિથિલ બને છે, મન નિઃસત્ત્વ બને છે અને સંતાન ઉદ્ધત બને છે. ઘણા વર્ષે આવેલા અથવા બે દીકરી ઉપર આવેલા દીકરાને વધુ પડતા લાડ લડાવીને ઘણા મા-બાપો આજે પસ્તાય છે. આવા પ્રસંગે વડીલો ખાસ એક કહેવત પ્રયોજતા હોય છે : “સોનાની કટારી પેટમાં ન પોસાય !” આમ અતિલોડ અને અતિધાક બન્ને બાળસંસ્કરણ માટે કુપચ્ય સમાન છે.
માટીના રમકડા બનાવનારો માટીને પાણીથી ભીની બનાવે નહીં ત્યાં સુધી તે માટી ઇચ્છિત આકારને પકડતી નથી, પણ પાણી જો પ્રમાણથી વધુ પડી જાય તો તે આકાર ટકતો પણ નથી. મિશ્રણ એકલું કામ નતી કરતું. પ્રપોર્શનલી પરફેકટ હોય તેવું મિશ્રણ જ કામ કરે છે. અપ્રમાણ સંમિશ્રણ થયું હોય તો જ આકાર આપી શકાય છે.
શ્રી હેમચંદ્રાચાર્યએ વીતરાગ સ્તોત્રમાં કોમ્બિનેશનનો ફાયદો બતાવતું સરસ ઉદાહરણ ટાંક્યું છે.
गुडो हि कफहेतु स्यात्, नागरं पित्तकारणं । द्वयात्मनि न दोषोऽस्ति, गुड-नागरभेषजे ।।
એકલો ગોળ એ ક્યારેક કફનું કારણ બની શકે, એકલી સુંઠ ક્યારેક પિત્તકારક બને. પણ ગોળ અને સૂંઠને મિશ્રિત કરીને તૈયાર કરેલી ગોળીતો
ઔષધરૂપ બનીને પરસ્પરના દોષોની મારક બનવા ઉપરાંત ગુણકારક પણ બને છે.
આમ તો આ શ્લોકજૈન દર્શનના અનેકાંતવાદની વિભાવનાને સમજવા માટે મૂકાયો છે. છતાં કોમ્બિનેશન થીયરીનું સામ્ય જોતા આ સંદર્ભમાં પણ તે એટલો જ સંગત છે. શ્લોકગત ગોળ અને પિત્ત શબ્દના સ્થાને ભીમ અને
ઘરશાળા
૪૧