________________
અતુશાસનઃ વ્યક્તિત્વનું સુરક્ષા ચક્ર
“સંતાન વગરના લોકો કરતાં સંતાનો ધરાવતા લોકોને માનસિક તનાવ વધુ હોય છે... પહેલી નજરે આ સ્ટેટમેન્ટ આશ્ચર્ય ઉપજાવશે. “પુત્રએ ગતિતિ'ના ઉચ્ચારણો જે દેશમાં રહેતા હોય અને સવાશેર માટીની ખોટ એ જીંદગીનો મોટો અભિશાપ મનાતો હોય તેવા દેશમાં આ સ્ટેટમેન્ટ હજી અપાયું નથી છતાં ચિંતાજનક અને વિચારણીય તો ચોક્કસ છે.
ફલોરિડા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ થોડા વર્ષો પૂર્વે એક અભ્યાસ હાથ ધરેલો. જેમાં પુરા તેર હજાર વ્યક્તિઓનો અભ્યાસ કરાયો હતો. જેમાં નિઃસંતાન દંપતી કરતા બાળકો ધરાવતા દંપતીના સામાજિક સંબંધો વધુ દૃઢ બની શકવાની સકારાત્મક બાબત જણાવ્યા બાદ એક વિચિત્ર લાગે તેવું તારણ પણ નીકળ્યું હતું. “સંતાનો ધરાવતા લોકો વધુ ડિપ્રેશનથી પીડાતા જોવા મળ્યા હતા.”
સંશોધકોના મતે સંતાનો ધરાવતા લોકોને બાળકો અંગેની ભાવાત્મક, સામાજિક, સ્વાચ્ય બાબતની તેમજ આર્થિક વિષયોને લગતી ચિંતાઓ ખૂબ સતાવતી હોય છે
Gરશાળા
૪૩