Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 18
________________ કમ્યુટર ક્ષેત્રે એક સિદ્ધાંત છે. GIGO (Garbage in, Garbage out) સંતાનના સંસ્કરણ ક્ષેત્રે પણ આ સિદ્ધાંત એટલો જ સચોટ છે. જે અંદર નાંખવામાં આવે છે તે જ બહાર આવે છે. પૃથ્વીને પાટલે અવતાર લેનાર પ્રત્યેક માનવની પાસે જુનો સ્કેપ અને નવો સ્કોપ બને છે. તેને કેવું વાતાવરણ મળે છે તેના પર બધો જ મદાર છે. આ રીતે જોતા ફરી એકવાર દરેક બાળક માટે તેના મા-બાપનો રોલ ખૂબ જ નિર્ણાયક બની રહે છે. દૂધમાંથી શું મળી શકે ? આ શક્યતા તપાસતા પૂર્વે દૂધમાં શું ભળશે તે જોવું પડે. દૂધમાં પાણી ભળે તો ઉકાળો બની શકે, મેળવણ ભળે તો દહીં જામી શકે, એસેન્સના ચાર ટીપા ભળતા સ્વાદિષ્ટ પીણું તૈયાર થઇ શકે અને તેજાબના બે ટીપા પડે તો આ બધી શક્યતાઓ ધરાવતું દૂધ ફાટી પણ જાય ! - પુરુષાર્થઃ સંસ્કાર પૂર્વના સાથે આવે છે. મા-બાપ તરફથી સારા સંયોગો મળ્યા હોય તે પછી પણ સફળ સંસ્કરણ પ્રયોગ માટે એક પરિબળ સંતાન તરફ મીટ માંડીને બેઠું છે અને તે છે તેનો પોતાનો પુરુષાર્થ. માતા રોટલી બનાવી શકે, ખવરાવી શકે, સંતાનના દાંત હલાવી ન શકે ! એટલી કામગીરી તો તેના પક્ષે રહે છે. આમ ત્રણ પરિબળો ભેગા મળીને સંસ્કરણયજ્ઞનો સામગ્રીથાળ બને છે. અહીં સંસ્કાર પોષક વાતાવરણ આપવાનો ભારવાલીના ખભે છે. શરૂઆતના વર્ષોમાં સજ્જડ સંસ્કરણ થયું ન હોય અને પૂરતું ધ્યાન અપાયું ન હોય ત્યારે મોટા ભાગના ઘરોમાં બનતું હોય છે કે મોટા થઇને છોકરાઓ બગડી જાય છે, નાના હતા ત્યારે કેવા સારા હતા !” સંસ્કારહીન વાતાવરણની જલદ અસર હેઠળ આવું ઘણા ઘરોમાં બનતું હશે. આવી ઉથલપાથલમાં કોઇ એકનો હાથ હોતો નથી. શરૂઆતના સંસ્કરણની થોડી નબળાઇ, સંતાનની ઉંમર તથા મનોદશા અને પ્રદૂષિત વાતાવરણની સિન્ડિકેટ કામ કરી જતી હોય તેવું લાગે છે. સૂરજ ઊગે એટલે આજ ઊગી, સંતાન આવે એટલે આવતી કાલ ઊગી. ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98