Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 42
________________ માણવામાં એટલો બધો રસ હોય છે કે પોતાનું જ બાળક પોતાની જીંદગીનો હિસ્સો અને હેતુ લાગવાને બદલે ક્યારેક અડચણરૂપ લાગે છે. મોડી રાત સુધી પાર્ટીઓમાં ને પિકચરોમાં મોજ માણવાની ઇચ્છા ન રોકી શકતા પેરટ્સ પોતે “ચાઇલ્ડ ફ્રી રહેવા માટે બાળકને આયાના ભરોસે સોંપી દેતા હોય છે. ક્યારેક ઘરમાં દાદી પણ આ કામગિરી બજાવે છે. ક્યારેક આવા ચાર-પાંચ અનાથો ને એક સાથે કો'ક સાચવતું હોય છે, કારણ કે આખું ફ્રેન્ડ સર્કલ કોઇ પાર્ટીમાં મસ્ત હોય છે. કેટલાક મા-બાપ ઘરમાં એવી વિવિધ રમતો ને સાધનો બાળકો સામે ખડકી દે છે જેની સાથે રમતા બાળકને પોતાના મમ્મી-પપ્પા બિલકુલ યાદ જ ન આવે !. બેન્કિંગ સિસ્ટમનો એક પાયાનો નિયમ છેઃ You cannot withdraw unless you deposit. સંતાન પાછળ પેરન્ટસ જેટલો સમય ઇન્વેસ્ટ કરે છે, તેટલો સમય તેઓ સંતાનો પાસેથી પોતાની જરૂરિયાત વખતે આસાનીથી મેળવી શકે છે. બાકીનાને ખૂબ ખેંચ પડવાની ! શરૂઆતના ત્રણ ચાર વર્ષમાં મા કરતા આયા અને રમતના સાધનો સાથે જેણે વધારે સમય કાઢ્યો હોય, પછી કોઇ દૂરના સ્થળે શિક્ષણ લેવા ગયેલો બાળક ગૃહપતિની નજર હેઠળ રહ્યો હોય છે, પછી કોલેજના વર્ષોમાં સંગીન અભ્યાસ માટે તેણે દૂરના સ્થળે કોઇ હોસ્ટેલમાં થોડા વર્ષો ગાળ્યા હોય છે, તેવા સંતાન પછી મા-બાપથી થોડા અંતરે રહેવાનું જ વધુ પસંદ કરે છે. થોડા મોટા થયેલા દીકરા પછી પોતાની જીંદગીમાં મા-બાપની થોડી પણ દરમ્યાનગિરીને ઇન્ટરફીયરન્સ ગણે છે. ક્યારેક બહુ મોડા આવેલા કે ઉદાસ ચહેરે બેઠેલા દીકરાને કંઇક પૂછવા જાય કે ચોકખી ચોપડાવતા ભાઇસાહેબ કહી દેશે “આટલા વર્ષો કઇ રીતે મોટા થયા તેની તમને ખબર ક્યાં છે ? પછી હવે પૂછવાની કોઇ જરૂર નથી. અમારું અમે જોઇ લેશું.” પછી માબાપને એમ લાગે છે કે “છોકરો બહુ ઉદ્ધત થઇ ગયો છે આપણે એના માટે કેટલું બધુ કર્યું અને કેવા જવાબ આપે છે ?” ઘરશાળા ૩૫

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98