________________
છે. વ્યક્તિને કંઇક આપતા પહેલા તેની જરૂરીયાત સમજી શકે તે ખરો દાતા છે. કેવલ ઉદારતાથી દાતા નથી થઈ શકાતું, સાથે સમજણ પણ જરૂરી છે.
બાળકોને સંભાળનાર કરતા સાંભળનારની વધુ જરૂર હોય છે. પુષ્કળ સામગ્રીના ખડકલા અને તમામ અનુકૂળતા પણ વાલીના એક હૂંફાળા કલ્લાકની બરાબરી કરી શકતા નથી. માણસ પવનથી નહીં, શ્વસનથી જીવે છે. વાલીનું સ્નેહલ સાંનિધ્ય એ બાળકની શ્વસનક્રિયા છે. વાલીઓનો સમયાભાવ કેટલાય બાળકોને ગુંગળાવે છે.
ઘરમાં રહેલા ફૂલછોડ પણ નિયમિત વોટરિંગ અને માલિક પાસેથી માવજત માંગે છે. પાળેલો કૂતરો પણ માલિકનો સમય માંગે છે. તો પોતાનું બાળક સમય આપ્યા વગર હૂંફાળું કઈ રીતે રહી શકે ? કેટલાક પપ્પાને કૂતરા સાથે ફરવાનો અને રમવાનો ટાઇમ મળે છે, બાળક સાથે નહીં. આવા કિસ્સામાં કૂતરાની ઇર્ષા કરતાં બાળકની દયા વધુ આવે.
" ક્યારેક તો એવી કડવી વાત કરવાનું મન થઇ જાય કે આવા શ્રીમંત બાપને ત્યાં જન્મ મળે તેવા બાળક જેવી દરિદ્રતા કોઇની નહીં. આવા બાળકના પપ્પાનો કલાક એટલો બધો મોંઘો હોય છે કે તેના નબીરાને તેની જરૂર હોવા છતાં પણ પપ્પાનો એક કલાક ખરીદી શકવાની ખરીદશક્તિ તે બાળક પાસે હોતી નથી. પોતાની કંપનીના સ્ટાફના પ્રોફાઇલ અને પ્રોગ્રેસ રિપોર્ટ રાખનારા પપ્પાને બાળક ક્યા ધોરણમાં ભણે છે? કે કેવું ભણે છે ? તે કોની સાથે ફરે છે ? તે શું કરે છે? એ જોવાની'ય કુરસદ હોતી નથી. એમ લાગે કે તેનો પુત્ર દીકરા તરીકે ઘરમાં દાખલ થવાને બદલે યુન તરીકે કંપનીમાં દાખલ થયો હોત તો કદાચ તેના પપ્પાએ તેનામાં વધુ રસ લીધો હોત !
આવા બાળકોને ફરવા માટે ગાડી મળે છે જે પપ્પા નામના દૂરના પ્રદેશ પહોંચી શકતી નથી. તેમને ચોવીસ કલાક સાચવનારી એક આયા મળે છે પણ મમ્મીની માયા ઓછી મળે છે. આવા બાળકોની સગવડની દુનિયા પુષ્કળ છે પણ સ્નેહ અને હૂંફની દુનિયા સાવ પોકળ હોય છે. ગુન્હો એટલો જ કે આ બાળકે “અતિ ધનાઢ્ય ઘર' નામના નિર્જન ટાપુ પર જનમ લીધો ! આવા સંતાનોના માનસપટ પર પોતાના પપ્પા-મમ્મીનું ચિત્ર ઉપસતું હોય
ઘરશાળા
૩૩