Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 39
________________ સ્નેહાળ સાંનિધ્ય દરેક બાળકને મળી શકે તે અંગે કાયદો મોન છે. આ દેશમાં બાળકોને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવા અંગેનો કાયદો છે પણ દરેક બાળકને મા-બાપ તરફથી સ્નેહ, સમય ને સંસ્કાર મળે તે અંગે કાયદો ચૂપ છે. બાળકોના ભરણપોષણ સિવાયની ઘણી અગત્યની બાબતોને કાયદાનું કવરેજ નથી મળતું. કાયદાની મર્યાદા ગણો કે લાચારી કહો. કાયદાથી દેશ ચાલે, ઘર નહીં. ઘર તો કાળજાથી અને કાળજીથી ચાલતી વસ્તુ છે. કાયદા પાસે હાથ, પગ ને આંખ હોય છે, કદાચ બુદ્ધિ પણ ખરી, પરંતુ હૃદય નથી હોતું અને ઘર હૃદયથી ચાલે છે. દક્ષિણ ગુજરાતના દહાણુ, ગોલવડ, વલસાડની આસપાસ અને ઉત્તરમાં ઉના, મહુવા આસપાસના વિસ્તારોમાં વિહાર દરમ્યાન લીલીછમ વનરાજીઓ જોઇ હતી. રોડની બંને બાજુ લચી પડેલા આંબા અને ઉન્નત નાળિયે૨ીઓથી વ્યાપ્ત મોટી વાડીઓ છે. જેના માલિકો કદાચ દૂર પણ વસતા હોય, ક્યારેક જ તે લોકો આ સ્થળોની મુલાકાત લેતા હોય છે. વાડી લીલીછમ હોય, વાડીમાં સર્વત્ર છાંયડો હોય, વાડીમાં સર્વત્ર ઠંડો મીઠો પવન હોય, વાડીમાં પંખીઓનો મધુર કલરવ સંભળાતા હોય, વાડીને સતત પાણી, ખાતર અને બધી જ સુવિધા મળી રહેતી હોય છે. પણ વાડીમાં વાડીનો માલિક ભાગ્યે જ આવે છે ક્યારેક તો દૂર રહેતા માલિકો વર્ષે માંડ એકાદ વાર આ પોતાની (!) વાડીમાં પધારતા હશે. આ શ્રીમંતો વાર્ષિક કોન્ટ્રેક્ટથી વાડી ચલાવવા કો'કને આપીદેતા હોય છે. આ લોકોને વાડી પરવડે છે. પણ તેની માવજત માટે સમય કે સૂઝ હોતા નથી. વાડીમાંથી તે લોકો રૂપિયાનો પાક લણે છે. આવા માલિકને વાડી પાસેથી પૈસા પૂરા અને ફળ બહુ ઓછા મળે છે. કેટલાય શ્રીમંતપુત્રોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આ આમ્રવૃક્ષો. વાડીની કિલ્લોલ કરતી લીલીછમ શ્રીમંતાઇ વચ્ચેની અનાથતાનું અરણ્ય-રુદન સાંભળતા જેને આવડે તેને જ આવા શ્રીમંતપુત્રોની વ્યથાવાચા સંભળાશે. અતિશય શ્રમિત થયેલાને આહાર કરતા આરામની ઉતાવળ હોય છે. અતિશય તૃષાતુરને મીઠાઇના થાળની નહીં, પાણીના ગ્લાસની તલપ હોય ૩૨ ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98