________________
30
હૂંફનું બાષ્પીભવત
“મને જરા વાગ્યું છે, લોહી નીકળ્યું છે. તમે મને જરા મદદ કરી શકો ?’’
“મારું મન ભણવામાં જરા પણ ચોંટતું નથી, હું શું કરું ?''
‘‘તમે મને એક વાર્તા કહેશો ? કોઇ પણ વાર્તા.’ “મારે કંઇક કહેવું છે, મારી વાત સાંભળશો ? પ્લીઝ !''
કેવા લાગે છે આ ડાયલોગ્સ ? દરેક ડાયલોગની પાછળ કામ કરી રહેલી માનસિકતાનો અભ્યાસ કરી જુઓ.
મુંબઇ જેવા મહાનગરમાં દસથી ચૌદ વર્ષની વચ્ચેની વયના બાળકો ૧૦૯૮ (ચાઇલ્ડલાઇનનો નંબર) લગાડીને ફોન ઉપ૨ આવા પ્રશ્નો પૂછીને જવાબો મેળવતા હોય છે. મહાનગરમાં આવા ત્રણેક સેન્ટર્સ છે, જેમાંના માત્ર એક સેન્ટ૨ ૫૨ જ મહિને લગભગ આવા અઢીથી ત્રણ હજાર ફોનકોલ્સ મળે છે.
ઘરશાળા