________________
કેટલાકને શુભ સંસ્કારો ગળથુથીમાં મળે છે. શ્રી બાબુભાઇને નવપદની સાધના તો ગર્ભકાળે જ મળી ગયેલી. માતાની કુક્ષીમાં હતો તે દરમ્યાન તેમની માતા જાસુદબેને તે નવ માસ દરમ્યાન જ નવપદના નવ આંબેલની નવ ઓળીઓ ૮૧ આંબેલ સાથે નવપદની વિશિષ્ટ સાધના કરી હતી જેની સીધી અસર જાણે ગર્ભસ્થ બાળક પર પડી. અને પછી પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી જેવા યોગી પુરુષની કૃપા ઊતરી, પછી બાકી શું રહે ! .
ગર્ભકાળ એટલે ખરો સંસ્કરણકાળ. ગર્ભકાળ એટલે ખરો મહત્ત્વનો કાળ. ગર્ભકાળ એટલે અત્યંત અગત્યનો કાળ.
આવનારની આવતીકાલનું આખું સોફટવેર એ સમય દરમ્યાન કાળજીપૂર્વક તૈયાર કરી શકાય છે.
સ્કુલમાં ભણતો વિદ્યાર્થી વર્ષમાં સરેરાશ નવ માસ હાજરી આપે છે. આ નવમાસનું ભણતરતેનું શૈક્ષણિક ધોરણ ઊંચું લઇ જાય છે. ગર્ભકાળના નવ માસ દરમ્યાન ભક્તિ, મૈત્રી અને શુદ્ધિની સાધના કરવા દ્વારા આવનારા બાળકના જીવનના ઊંચા સંસ્કાર ધોરણની તૈયારી આ રીતે થઇ શકે.
• ખૂબ ભાવ વિભોર બનીને ઇશ્વરોપાસના કરવી. • શકય બને તો પ્રભુજીની રવદ્રવ્યોથી પૂજા, અંગરચના, આરતી કરવી. • નવપદ વગેરે આરાધ્ય તત્ત્વોના કાયોત્સર્ગ કરે, જાપ કરે. • રોજ એકાદ કલાક મંદસ્વરે ભાવવાહી સ્તુતિ-સ્તવનો ગાવા. • શક્ય બને તો નિત્ય નવ સ્મરણનો અથવા ત્રણ કે પાંચ સ્મરણનો પાઠ
કરવો. • મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું...અરિહા શરણં સિદ્ધા શરણે જેવા ભાવુક
પદો તન્મય બની રોજ ત્રિકાળ બોલવા. • ખૂબ ભાવથી શુભક્ષેત્રોમાં યથાશક્તિ દાન આપવું.
ઘરશાળા
૨૮
ઘરશાળા