Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 33
________________ • અત્યંત મર્યાદાપૂર્ણ વ્યવહાર અને વેશભૂષા. • વિલાસી વાતાવરણ, વર્તણૂંક, સંવાદો, સંગીત અને સાહિત્યથી દૂર રહેવું. • શરીરની વધુ પડતી ટાપટીપ ન કરવી. • તામસી ભોજનની જેમ તામસી પ્રવૃત્તિ કે વાતાવરણથી દૂર રહેવું. •વધુ પડતા શરીરશ્રમની જેમ વધુ પડતા આળસ કે પ્રમાદ પણ ન કરવા. • સવારે મોડા ઊઠવાનું ને રાત્રે મોડા સૂવાનું ટાળવું. આપણે ત્યાં આ વાત સદીઓ પુરાણી છે, જે આઉટડેટેડ ગણાતી હતી પણ પરંપરાગત વસ્તુ જ જ્યારે રિસર્ચ કે સંશોધનનો સિક્કો લઇને અપડેટેડ થઇને આવે છે ત્યારે જાણે ધરમના કાંટે વસ્તુનું વજન થયું ગણાય છે. બેલ ફાસ્ટના એક વિજ્ઞાની રોજરોપરે તો જુદા-જુદા પ્રકારના સંગીત સંભળાવી તેના દ્વારા ગર્ભસ્થ શિશુ પરની અસરનું અદ્યતન સાધનોથી નિરીક્ષણ કર્યું હતું. તેના તારણ પ્રમાણે જેમ શાંત સુગમ અને સાત્ત્વિક સંગીત બાળક પર સારી અસર ઉપજાવે છે. તેમ ઝડપી બીટવાળા સંગીતની અસરૂપે સંતાનોમાં ઉશ્કેરાટ, ઉતાવળ, બહિર્મુખી દૃષ્ટિ અને તનાવનું લેવલ પણ જોવા મળતું હતું. સગર્ભા માતા જ્યારે કૌટુંબિક કલેશ, કાવાદાવા સભર કથાવસ્તુ ધરાવતી સિરિયલો જોતી હોય કે વિકૃતિ પોષક અન્ય કાર્યક્રમો નિહાળવામાં કે હિંસાપ્રચૂર ફિલ્મો જોવામાં રોજના કલાકો ગાળતી હોય ત્યારે તેની અત્યંત જલદ અસર માતાના હોર્મોન્સ દ્વારા ગર્ભસ્થ બાળક પર પણ પડે છે. તે ભૂલવું ન જોઇએ. ગર્ભાવસ્થા દરમ્યાન પત્તા રમીને દિવસોના કલાકો કાઢ્યા હોય તેવી માતાના સંતાનોમાં જુગાર અને પત્તાનો ક્રેઝ જોવા મળતો હોય તેવા દાખલા પણ નોંધાયા છે. વાણી સંયમઃ • જરા પણ ક્રોધ કે ક્લેશ કરવો નહીં. • કોઇની પણ નિંદા કે ટીકા કરવી નહીં. ~ ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98