Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 32
________________ • અતિ સ્નિગ્ધ પણ ન ખવાય. • અતિ રૂક્ષ પણ ન ખવાય. ગર્ભકાળનું તંદુરસ્ત તાદાભ્યઃ અમેરિકા અને યુરોપના દેશોમાં પણ તબીબો ગર્ભાવસ્થાના નવ મહિના દરમ્યાન તો ખાસ શાકાહારી, સાદા ખોરાકની હિમાયત કરે છે. કારણ કે તેમનું પણ દૃઢપણે એવું માનવું છે સગર્ભાના ખોરાક કે વ્યસનની અસરનું ક્ષેત્ર બાળકના શરીરથી લઇને તેના સ્વભાવ સુધી વિસ્તરેલું છે. માંસાહાર અને મરી મસાલાવાળા ખોરાક બાળકના માનસને અનુકંપા વગરનું અને અમાનવીય લાગણીઓવાળું બનાવે છે. તેનામાં સાત્ત્વિકતા પણ ઓછી જોવા મળે છે. મહિલાઓમાં સિગારેટ કે દારૂનું વ્યસન હોય તો ગર્ભસ્થ બાળકમાં સીધી જ ભાવિ બિમારી થાય તે રીતે તેના કોષોનું ફોર્મેશન કરે છે. ટૂંકમાં, ગર્ભકાળ દરમ્યાન આઇસ્ક્રીમ, ઠંડાપીણા, બજારું ખોરાક, હલકા, અભક્ષ્ય કે અપેય પદાર્થો, તથા પ્રકૃતિથી વિપરીત દ્રવ્યોનું સેવન ન કરાય. આરોગ્ય અને ભોજન વિવેકના સામાન્ય નિયમો અને મર્યાદાઓનું અચૂક પાલન કરવું જરૂરી. બાળકના શારીરિક, માનસિક અને બૌદ્ધિક ત્રણેય પ્રકારના વિકાસ ઉપર માતાની આહારચર્યાની ખૂબ ઘેરી અને ઊંડી અસર છે ઃ ખૂબ પ્રસન્ન વાતાવરણમાં, કુટુંબના સંસ્કારી અને સ્નેહાળ માહોલમાં, પ્રસન્નમુદ્રાએ માતા ભોજન કરે. ભોજન ક્રિયા શરૂ કરતા પૂર્વે ત્રણ નવકાર ગણીને એવી ભાવનાથી ભાવિત બને “મારા બાળકનું શ્રેય થાઓ, કલ્યાણ થાઓ, મંગલ થાઓ.' ઇન્દ્રિય સંયમ : . ભોજન સંયમ જેટલો જ મહત્ત્વનો છે ઇન્દ્રિય સંયમ. માતાની પ્રવૃત્તિનું સીધું પ્રત્યારોપણ ગર્ભસ્થ બાળકમાં થતું હોય છે. આપણે ત્યાં “કોઠા સૂઝ' જેવો શબ્દ પણ ગર્ભસ્થ બાળક જે ગ્રહણ કરે છે, તેના આધારે ઉતરી આવ્યો છે. આવનાર બાળકના સંસ્કરણ ક્ષેત્રે સજાગ રહેવા ઇચ્છનારી માતા અટલું ખાસ કરી શકે. ઘરશાળા ૨૫

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98