Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 31
________________ શ્રી કલ્પસૂત્ર ગ્રંથના ત્રીજા-ચોથા પ્રવચનમાં માતા-ત્રિશલાદેવીદ્વારા થતા ગર્ભપરિવહનનો સંપૂર્ણ અધિકાર પ્રત્યેક ગર્ભવતી નારીએ નજર સમક્ષ રાખવા જેવો છે. તે આદર્શને અનુસરીને ગર્ભના સંવર્ધન, સંરક્ષણ અને સંસ્કરણની પ્રક્રિયા જે માતા આદરે તે માત્ર અવતરનારા બાળક ઉપ૨ જ નહીં પણ કદાચ સમગ્ર પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ ઉ૫૨ પણ જાણે અજાણે મહાન ઉપકાર કરી રહી છે. માતાના ઉદર જેવું શ્રેષ્ઠ ગુરુકુળ આ વિશ્વમાં બીજું કોઇ ન હોઇ શકે. અહીં ભણેલા પાઠ રક્તનાં બુંદબંદમાં અને અસ્થિ-માંસના કણકણમાં એવા ઘૂંટાઇ ગયા હોય છે કે જાણે પાટણના પટોળાની ભાત ! ‘‘યથા રાજા તથા પ્રજા’’ નો સુભાષિત સંદર્ભ બાળક અને માતા વચ્ચે પણ એટલો જ અર્થપૂર્ણ અને અકબંધ છે. ગર્ભસ્થ બાળક એક એવો આયનો છે, જેમાં તેની જનેતાના આચાર, ઉચ્ચાર, વિચાર, મનન, મંથન અને બધા જ હાવભાવના સ્પષ્ટ અને આબેહૂબ પ્રતિબિંબ ઝીલાય છે. માતાની દરેક વૃત્તિ-પ્રવૃત્તિના કેન્દ્રસ્થાને તેનું ગર્ભસ્થ બાળક હોય ! ઊઠવા-બેસવાની, સૂવા ચાલવાનીપ્રવૃત્તિમાં રાખવામાં આવતી દરકાર જો બીજા પણ કેટલાક ક્ષેત્રમાં હોય તો શિશુના સંસ્કરણમાં કોઇ ઉણપ ન રહે. ભોજન સંયમ ભોજન સંયમ એ સંસ્કરણ અને સંવર્ધનની પ્રાથમિક શરત છે. ભોજન દરમ્યાન કોઇપણ રસનો અતિરેક વર્જ્ય છે. • અતિ તીખું ન ખવાય. • અતિ ખાટું કે ખારૂં ન ખવાય. · અતિ તુરું કે કડવું ન ખવાય. ૨૪ • અતિ મધુ૨ પણ ન ખવાય. અતિ ઉષ્ણ પણ ન ખવાય. • • અતિ શીત પણ ન ખવાય. ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98