________________
અભદ્ર સાહિત્ય બાળકોને માનવીય સ્તરથી નીચે પટકી નાંખવા સિવાય કોઇ કામ કરતું નથી. અમેરિકામાં બળાત્કાર જેવા ગુન્હાઓમાં સંડોવાયેલા ગુન્હેગારોના મુખેથી મળતા રિપોર્ટ્સ છપાયા છે તેમાં જણાવ્યું છે કે ‘૮૬ ટકા ગુન્હેગારો અશ્લીલ સાહિત્યના બંધાણી હતા અને મોટા ભાગનાએ કબૂલ્યું હતું કે અઘટિત કાર્ય કરવામાં તેમના મનમાં જાગેલો અશ્લીલ દૃશ્યોનું અનુકરણ
કરવાનો ઉન્માદ કામ કરી ગયો !''
આજે બાળકો મા-બાપ અને મિત્રો પાસેથી નથી શીખતા એટલું બધું તે
ટેલિવિઝન પાસેથી શીખે છે. જીંદગીના પ્રારંભિક દોઢ દાયકામાં આશરે એક બાળક ટેલિવિઝન પર પૂરા પંદરેક હજા૨ કલાકના પ્રોગ્રામ્સ જોઇ ચૂક્યો હોય છે. જેમાં અંદાજે પંદરેક હજા૨ હત્યાઓ, એથી વધારે હિંસક હુમલાઓ, હજારો બળાત્કારો ને લાખો ચેનચાળાઓ જોઇ ચૂક્યો હોય છે. આમાનું માત્ર ૧ ટકો પણ તે અપનાવે તો ક્યા વાલી તે ચલાવી લેવા તૈયા૨ હશે ?
કુમળા બાલમાનસ ઉપર ટીવી પર આવતી જાહેરખબરો દ્વારા હજારો વાર એવા વૈચારિક હુમલાઓ થઇ રહ્યા હોય છે કે શરાબ તો મસ્તી લાવે છે ! સિગારેટ ફૂંકવી એ તો શાન છે ! તમાકુ તમારી જાનમાં જાન રેડે છે ! બાકી રહ્યું છે તે પુરું કરવાની કસમ ખાધી છે રોજિંદી સીરિયલોએ ! ફેમિલી દશ્યો બતાવવાના નામે ફેમિલી લાઇફ પર સહુથી વિપરીત અસર પાડનારી આ બેહુદી પટકથા વળી લાંબી લચક સીરિયલો બિન્ધાસ્તપણે અનૈતિક સંબંધોને રજુ કરે ત્યારે કિશો૨વય અને યુવાવયની વચ્ચે રહેલા માનસ ૫૨ આની શું અસર પડશે તે સરકાર કે મિડિયા કદાચ ન વિચારે. શું સંતાનના વાલી પણ નહીં વિચારે ?
વાલીજનો ! ભૂલતા નહીં કે તમારા સંતાનો પોતાના જીવન ધોરણ અને આદર્શો રૂપે૨ી પડદા પરથી સીધા ઉપાડી લેતા હોય છે. આ દૃશ્યોની કાતિલ અસ૨ એટલી બધી જલદ હોય છે કે બિચારો બાળક પોતે પણ જે બનવા નથી માંગતો, એ જ બની બેસે છે ! (છતાં ખરા ગુન્હેગારને ક્યારેય સજા થતી નથી.) સંતાનને સંસ્કારી બનાવવા ઇચ્છતા પ્રત્યેક મા-બાપ આ વાતને ખૂબ જ ગંભીરતાથી લે તેવી ભલામણ. (વાસ્તવમાં ચેતવણી !)
૧૦
ઘરશાળા