Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 16
________________ કેટલાક સુષુપ્ત પડ્યા પણ રહે. જીવને અહીં મળતા વાતાવરણની અસર હેઠળ આ સંસ્કારો એક્ટિવ બને છે. સંયોગ વ્યક્તિના વિચાર ઉપર સર્વાધિક અસર વાતાવરણની હોય છે. મીઠાઇની દુકાન પાસેથી પસાર થતા મીઠાઇનો વિચાર સહજ આવે છે. શોપિંગ સેન્ટરના શોરૂમ પર નજર પડતા વિચાર તે દિશા પકડે છે. કોઇ ફિલ્મી પોસ્ટર પણ વ્યક્તિના વિચારને આકાર આપે છે ને પરમાત્માની છબી પણ વિચારોને ઘડી શકે છે. આમ વિચાર અને વાતાવરણ વચ્ચે સીધી લિન્ક છે. વિચાર એ આચારની પૂર્વભૂમિકા છે અને વાતાવરણ એ વિચારનું પુર્વચરણ છે. અહીં પ્રબળ કક્ષાના સારા સંયોગો સર્જીને મા-બાપ સંતાનના ઉપકારક બની શકે છે. બાળક પાસે રહેલી સરળતા અને સહજતા તેના સંસ્કરણ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. બાલ્યકાળમાં બધા સંસ્કારો કાર્યરત બનતા નથી માટે તે વખતે સંસ્કરણ વધુ સરળ બને. તે વખતે મળતા સંયોગોને તે પૂરા દિલથી અપનાવી લે છે. બાળકની પ્રવાહિતા અને પારદર્શકતા પાણી જેવી હોય છે. પાણી માટે હિંદીમાં એક મજાનું મુક્તક છેઃ પાની રેપની! तेरा रंग कैसा? जिसमें मिला दो, વલ, ૩ નૈસા ! બાળકને નાની ઉંમરમાં રમતગમતના સાધનો આપતી વખતે, મોજ મજા કરાવતી વખતે તેનાથી બાળકને કેવો રંગ ચડશે તે જાગ્રત વાલીએ ચકાસી લેવું ! બાલમાનસ અને કિશોરમાનસ પર સર્વાધિક અસર બે ચીજોની હોય છે. (૧) તેને મળતું સાહિત્ય અને સંગત (૨) ટેલિવિઝનના દશ્યો. ખાસ કરીને વર્તમાનમાં પ્રિન્ટ મિડિયા અને પ્રસાર માધ્યમોની તેના પર ખરાબ અસર ન પડે તે જોવું જરૂરી છે. અસભ્ય સાહિત્યથી લઇને વર્તમાન પત્રોની રંગીન પૂર્તિઓ સુધી કઇ બાબતોથી તેના મન પર કેવો રંગ ચડસે તે વાલી વિચારે ! હશાળા

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98