________________
મોબાઇલ અને કમ્યુટર પર મા બાપે જીંદગીમાં જોઇ કે સાંભળી પણ ન હોય એવી ફાસ્ટ અને હિંસક ગેમ્સ રમતા આજના ટાબરિયાઓ એકસ્ટ્રા સ્માર્ટ હોય છે. ચાવી દીધેલા રમકડાઓ હવે તેમને સાવ રબિશું લાગે છે.
ટેડીબેર્સ, બાર્બીડોલ કે રંગીન નાનકડી ગાડીઓનો કાફલો તો તેમને આઉટડેટેડ લાગે છે. લંગડી કે લખોટી, સંતાકુકડી કે આમલી-પીપળીને મોઇદાંડી જેવી રમતો અંગે તેમને પૂછો તો આજનું બચ્ચા જનરેશન એટલું બધું ઇન્ટેલિજન્ટ છે કે ઘડીકમાં જ ઈન્ટરનેટના ગૂગલના સર્ચ એન્જિનમાં જઇને જાણી લાવશે.
અઢી વર્ષનો રુચિત હાથમાં રિમોટ લઇને ધડાધડ ચેનલો ફેરવવા લાગે અને પોતાને જે કાર્ટુન નેટવર્ક જોવું હતું તે લાવીને જ જંપે ત્યારે તેના માબાપ દીકરાની આ કાબેલિયતનો ગર્વ લેતા હોય છે. જે ભારે તો ત્યારે પડે છે જ્યારે એકાદ દાયકા બાદ મોડી રાત્રે બધા સૂઈ ગયા પછી પણ, રુચિત હાથમાં રિમોટ લઇને સૂતા સૂતા ચેનલો ફેરવતો હોય.
- ત્રણ વર્ષનો મિહિર હાથમાં મોબાઇલ લઇને વાત કરે ત્યારે તેની સ્માર્ટનેસ જે મા-બાપને ગમે છે તેમને જ બળતરા તો ત્યારે થાય છે કે જ્યારે એસ. એસ. સી. માં ભણતો મિહિર કોઇ વિચિત્ર અને વાંધાજનક એમએમએસની ક્લિપિંગ્સ અને બીજું પણ અણછાજતુ ઘણું બધું પોતાના મોબાઇલમાં સ્ટોર કરી બેઠો છે તેવો તેમને શક જાય. - સભ્ય ગણાતા પરિવારનું બાળક નાની ઉંમરે ક્યાંકથી સાંભળીને શીખી લાવેલો અપશબ્દ બોલે તો તરત તેને ટોકવામાં આવે છે અને આવા ડર્ટી વસ નહીં બોલવાની કડક સૂચના અપાય છે. આ વાત ખૂબ ગમે એવી છે. જો કે નાનું બાળક ગમે તે બોલે તેનું ખાસ મહત્ત્વ હોતું નથી અને તે શું બોલે છે તેની તેને પણ કાંઈ ગતાગમ હોતી નથી. છતાં તેને ટોકવાનું કારણ એક જ છે. “પછી ટેવ પડી જાય તો !” આવી સાદી સમજ બધે રાખવી જોઇએ.
મોટા થતા જે વાત સંતાન માટે જોખમી પૂરવાર થઇ શકતી હોય તે વાત બાલ્યકાળે જોખમી ન હોવા છતાં પણ જોખમી છે. કારણ કે પછી ટેવ પડી જાય તો !'
ઘરશાળા