Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 24
________________ પછી તે દરેક વાતમાં લોજિક શોધવા માંડે છે. તે વખતે સમજાવવામાં વધુ હેતુપૂર્વક સમજાવવું પડે. જ્યારે ત્રણ થી છ વર્ષની વચ્ચેનો સમય એટલે નિર્ભેળ ગ્રહણકાળ. આ સમયગાળામાં બાળક કહ્યાગરું પણ હોય છે, જે સંસ્કરણના યજ્ઞને વધુ ફળદાયી બનાવે છે. વાવણીની વેળા ચૂકી જનારા ખેડુતે પાકની આશા છોડી દેવી પડે છે. બાળકના સંસ્કરણ અંગે મા-બાપે ખેડુત જેટલા સતર્ક રહેવું પડે. ખેતરમાં હરિયાળી તૈયાર થાય છે તેની પાછળ કેવલ “વાવણી” થી કામ નથી થતું, નિંદામણ”ની પણ એક અગત્યની ભૂમિકા હોય છે. (નિંદામણ શબ્દનો અર્થબોધ ન થાય તેમણે પોતાનામાં સંસ્કારોની “વાવણી કરનાર પાસેથી તે શબ્દાર્થ જાણી લેવો !) . આ માટે કેટલાક સંરક્ષણાત્મક અને રચનાત્મક પગલા લેવા જોઇએ. આ માટે મા-બાપ બાજવૃત્તિ અને કાકવૃત્તિને અમલમાં મૂકી શકે છેઃ - બાજવૃત્તિઃ ઊંચા આકાશમાં ઊડતું બાજ પંખી અતિ તીણ નજર ધરાવતું હોય છે. હજારો ફુટ નીચે રહેલું કલેવર તેની નજરે તરત જ ચડી જાય અને ચીલ ઝડપે નીચે ઊતરીને તેને ઊંચકીને પાછું ઉપર જતું રહે. તેની નજરમાં ચોક્કસાઇ છે અને તેની ગતિમાં ચપળતા હોય છે. સંતાન ઉપર આ રીતે બાજનજર રાખવી. શંકાના કારણે થતી આ કોઇ જાસુસી નથી. સંતાનના સંરક્ષણની ભાવના સાથે સંકળાયેલી તેની યોગક્ષેમની આ એક પદ્ધતિ છે. સંતાનો નજરથી અળગા જતા અવનવું ને અજુગતું શીખવા લાગ્યા છે તેવો અહેસાસ થતા અમેરિકામાં આજકાલ શાલાને બદલે ઘરમાં જ બાળકોને અભ્યાસ કરાવવાની પ્રણાલિ જોર પકડી રહી છે. અંદાજે દસેક લાખથી પણ વધુ બાળકો આ રીતે હોમ સ્કુલમાં ભણે છે. આ પદ્ધતિના કારણે બાળકો પરિવાર સાથે સંકળાયેલા રહેવા ઉપરાંત બહારથી ધુમ્રપાન, ડ્રગ્સ અને બીજા અનેક દુષણોથી પણ બચી જાય છે એવા ફાયદાની ત્યાં નોંધ લેવાય છે. અગાસીમાં વડી કે પાપડતડકે મૂક્યાં હોય તો તેના પર નજર રાખવાની પરંપરા જાળવનારા (આજે છે ?) સંતાનો પર નજર ન રાખી શકે ? ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98