________________
કેટલાય સગુણોના બીજારોપણ કરી શકાય. આ અસરકારી ચાઇલ્ડ વેક્સિનેશન છે. તેની અસર જીવનપર્યત રહી શકે. ઝલક દ્વારા જ્યોત પદ્ધતિ :
વાર્તા પદ્ધતિના એક સંલગ્ન અન્ય પ્રકાર રૂપે આવું પણ કરી શકાય. પોતાના પરિચિત વર્તુળમાંથી કોઇએ (ખાસ કરીને બાળકે) કરેલા સત્કાર્યોની અથવા તે બાળકોની સંસ્કારિતાની ઝલક આપવા દ્વારા પણ બાળકને ઇસ્પાયર કરી શકાય. આ પદ્ધતિને આપણે 'ઝલક દ્વારા જ્યોત' પદ્ધતિ તરીકે ઓળખશું.
આમાં માતા પિતાને બાલમાનસની બે વિશેષતાઓનો ફાયદો મળે છે:
(૧) સરખે સરખાનું જોઇને બાળક ઝડપથી ઉત્સાહિત થાય છે. (૨) બાળકની સામે જે વસ્તુને ગૌરવરૂપે, પરાક્રમરૂપે, આદર્શરૂપે કે પ્રશંસનીયરૂપે રજુ કરાય તેને અપનાવવાનું બાળકને ખૂબ તાન ચડતું હોય છે.
આજના વિજ્ઞાપન બજારમાં બાલમાનસની આ બંન્ને વિશેષતાઓનો ભરપૂર લાભ ઉઠાવવામાં આવે છે, પોતાનો માલ પધરાવવા ! તો આ પદ્ધતિની અસરકારકતાને સંસ્કરણના સચોટ ઉપાયરૂપે અજમાવી શકાય.
વાર્તા કે ઝલક દ્વારા એક મૂલ્યવાન વિચાર કે સારા નરસાનો ખ્યાલ બાળકને આદર્શરૂપે પીરસવામાં આવે છે, અને આદર્શ એ આચરણની દિશા નક્કી કરે છે. આમ બાળકના ભાવિનું પ્રોગ્રામિંગ કરવાની તક ઝડપી લેવી જોઇએ.
આ પદ્ધતિ પાછળ કદાચ સરેરાશ રોજની પંદરથી વીસ મિનિટ જ ફાળવવાની રહે. આમાં સમય કરતા સાતત્ય વધુ મહત્ત્વનું છે. જે મા-બાપ બે ત્રણ વર્ષ માટે આ રીતે રોજની વિશ મિનિટ ફાળવી શકે તેને કદાચ આગળના વર્ષોમાં આખી રાતોના ઉજાગરા નહીં કરવા પડે.
ઘરશાળા