Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 21
________________ ક૨ી હતી. તે જ વખતે મારી શાન ઠેકાણે લાવવાની જવાબદારી, અધિકાર અને તાકાત બધું જ હોવા છતાં તેમણે ત્યારે મને વાર્યો નહીં ત્યારે જ હું આગળ વધ્યો ને ! માટે એમને પણ સજા થાય તેવી મારા માંગણી છે. કાયદાને ભલે મર્યાદા હોય પણ કાળજામાં પડઘાય એવા આ શબ્દોમાં બચાવ ઓછો હતો, હૈયાવરાળ વધુ હતી. પ્રોત્સાહન એ ગતિનો હેતુ છે. પ્રોત્સાહન કઇ દિશામાં છે તેના આધારે ગતિની આગળ‘પ્ર’ અથવા ‘અધો’ શબ્દ ઉમેરાય છે. સંતાને આગળ જઇને શું કરવાનું છે તે વાત તેના વાલીઓ દ્વારા અગાઉથી જ નક્કી થઇ શકતી હોય છે. આ શક્યતાનો સંદર્ભ હંમેશા નજર સામે રાખીને બાળકને પ્રોત્સાહિત કરવો જોઇએ. ‘‘સીડેડ ! હી ઇઝ ગોન !’' ઇલેક્ટ્રોનિક ગેમ્સ રમતા કોઇ આખી ગાડીને ઉડાવી દેનાર બાળક બોલે છે. ‘હાઉ સ્માર્ટ !' કહીને પપ્પા તેની પીઠ થાબડે છે. ત્યારે આ પપ્પાને ખ્યાલ હશે ખરો કે આ સ્માર્ટનેસ ભવિષ્યમાં કેવી ઘાતક બની શકે છે ? ‘લુક મોમ !’ મેં પેલા એલિયન (પરગ્રહવાસી)ને હરાવી દીધો. આઇ કિલ્ડ હિમ !' મુઠ્ઠી વાળને દાંત કચકચાવી પોતાનું શૌર્ય બતાવતા લાલને ‘વેરી ગુડ !' કહીને પ્રોત્સાહન આપતી માતા જાણતી હશે ખરી કે આ હિંસકવૃત્તિને અપાઇ રહેલું ઉત્તેજન આગળ ૫૨ શું પરિણામ લાવી શકે છે ? રશિયન તત્ત્વજ્ઞ ટોલ્સટોયને એક લોખંડનો ટુકડો બતાવીને કોઇએ પૂછેલું: ‘આનું મૂલ્ય શું આંકી શકાય ?’ ‘ડિપેન્ડ્સ’ ટોલ્સટોયે કહ્યું ‘તમે આમાંથી ખીલી બનાવો તો કંઇક ઉપજે, કોઇ મોંઘી મશીનરીના સ્પેરપાર્ટસ બનાવો તો કદાચ થોડું વધારે ઉપજે અને આમ જ ભંગારમાં જવા દેશો તો ખાસ કાંઇ નહીંઉપજે. જેવું ઘડતર તેવી પડતર !'' આ થીયરી લોખંડના ટુકડાથી માંડીને લાડકા દીકરા સુધી સ્ટ્રેચેબલ છે. પોતાના દીકરાને નાની ઉંમરમાં જ બ્રાઇટ ચાઇલ્ડ કે વિઝ કિડનું લેબલ લગાડી દેવાની લ્હાયમાં મા-બાપ સ્વયં બાળકના સંસ્કારી ભાવિને નજર અંદાજ કરે છે. ૧૪ ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98