Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 15
________________ પૂર્વકૃત કર્મસંસ્કારો મોબાઇલ ટેકનોલોજીમાં મેમરી ચિપ્સનું મહત્ત્વ બધા જાણે છે. કમ્યુટર ટેકનોલોજીમાં ફ્લોપીનું સ્થાન શું છે તે સમજાય છે. તેમ પૂર્વની વૃત્તિ-પ્રવૃત્તિ દ્વારા ઉપાર્જિત થયેલા સંસ્કારો આત્માનો જાણે કે પડછાયો બનીને તેની સાથે આવે છે. એકાઉન્ટ્સમાં કેરી ફોરવર્ડનું જે મહત્ત્વ છે એટલી જ અસરકારિતા પૂર્વના સંસ્કારોની સમજવી. બાળકની ઉમર ભલે નાની હોય પણ તેની બાળકાયામાં રહેલી ચેતના પૂર્વના સંસ્કારોથી વાસિત થઇને આવેલી હોય છે અને તેને અહીં જેવા નિમિત્તો મળે છે, તેવી તેની દિશા અને દશા નક્કી થાય છે. કાલે યુગે આ વાતને બહુ મહત્ત્વની ગણી છે. મનોવિજ્ઞાનની દુનિયાનું એક પ્રસિદ્ધ નામ એટલે કાર્લ ગુસ્લેવ યુગ. આમ તો મનોવિજ્ઞાનના પિતા સમા સિમંડ ફ્રોઇડના એક વખતના સાથી શિષ્ય. પરંતુ વિચારભેદથી થોડાક વર્ષોમાં તેનાથી યુગ અલગ પડી ગયેલા. યુગના ખ્યાલોનો બહુ પ્રચાર થયો નહીં કારણ કે યુગની માન્યતામાં પૂર્વના દેશોની ધાર્મિક માન્યતાઓ, અલગ અલગ ધર્મોની પૌરાણિક કથાઓ અને અનેક ગૂઢ વિદ્યાઓ જેવી બાબતોની છાંટ સારા પ્રમાણમાં જોવા મળતી અને માટે જ પશ્ચિમી વિશ્વને તે “કમ મનોવિજ્ઞાની ઔર જ્યાદા તત્ત્વજ્ઞાની” કે “રહસ્યવાદી' જેવો લાગતો. યુગની એક વાતને યાદ કરીએઃ જન્મેલા બાળકને જાણે મગજ જ નથી અથવા તો તેનું મગજ સાવ બ્લેન્ક, તદન ખાલી, કોરી પાટી જેવું છે, કુલદાનીમાં જેમ પસંદગીના કુલો ગોઠવી શકાય તેમ બાળકના મગજમાં ધારો તે ભરી જ શકાય એવું હોતું નથી. યુગ કહે છે કે બાળક જન્મે છે ત્યારે તેના મગજમાં બધું જ છે. તે હજી જાગ્રત નથી પણ બધી જ ગુંજાઇશ ત્યાં પડી છે. સંયોગો મળતા બધું પ્રગટ થઇ શકે છે. જૈનદર્શન તો માને જ છે કે અનંતનો યાત્રી એવો આ જીવ જન્મ ધારણ કરે ત્યારે તે સાવ બ્લેન્ક હોતો જ નથી. પૂર્વકૃત ક્રિયાઓ દ્વારા ઉપાર્જિત શુભાશુભ સંસ્કારોને તે લઇને આવેલો હોય છે. તેમાંથી કેટલાક સંસ્કારો જાગ્રત થાયકેટલાક નષ્ટ થાય, કોઇ સંવૃદ્ધ બને તો કોઇ હીન થાય ને હશાળા

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98