________________
બીજ, ધરતી ને આબોહવા
કોઇ સજ્જનનો સુપુત્ર થોડો ‘આડો ફાટ્યો ત્યારે તેના સ્વજનોએ સ્વ. પૂ. જૈનાચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજને પૂછેલું: “આંબામાંથી આંબો પાકે, બાવળમાંથી બાવળ પાકે તો પછી સજનનો સપૂત ખરાબ કેમ પાકે ?''
ત્યારે પૂજ્યશ્રીએ ગજબનો તર્કશુદ્ધ જવાબ આપેલો : “એ જ આંબામાંથી ફિક્કા પાંદડા પાકે છે, એ જે બાવળમાંથી સારો ગુંદર તથા દાંત સાફ કરનારા સારા દાંતણ પણ પાકે છે ને ! જે તળાવમાંથી કમળ જન્મે છે, તે જ તળાવમાંથી કીડા પણ જન્મે છે ને ! તો સારામાંથી સારું જ પ્રગટે એવો એકાંત નિયમ ક્યાં રહ્યો ?''
પછી વધુ સ્પષ્ટત કરતા જણાવ્યું “ખરી રીતે જુઓ તો આંબામાંથી આંબો પાકે એ એક જાતનું સમાન શરીર છે. એમ અહીં પણ પિતાનું માનવ શરીર છે તો પુત્ર પણ માનવશરીર રૂપે જ જન્મ્યો છે એટલે એ અંશની સમાનતા (Physical Similarity) તો છે જ. જે અસમાનતા જણાય છે તે તો જીવનગત ગુણ-દોષો અંગે જણાય છે અને તે ~~~~~
~~~
ઘરશાળા