Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 11
________________ બગીચો માત્ર ફૂલ આપે છે, ગુચ્છો કે હાર માનવકૃત છે. વાડીમાંથી ફળો મળે, જ્યુસ કે ચાસણી નહીં. ગાય, ભેંસ દૂધ આપે છે, દૂધપાક નહીં. માણસ તે દૂધને બાળીને કે ફાડીને ડઝનબંધ વાનગીઓ મેળવે છે. માણસ સિવાય કોઇ સ્વયં દહીં, છાશ ને ઘી મેળવી શકતું નથી. પશુ સૃષ્ટિમાં ક્યાંય અથાણા નથી, વસાણા નથી, મસાલાના ડબ્બા નથી. જીવનના વિવિધ તબક્કે જરૂરમાં આવતી અઢળક ચીજોને માણસ સંસ્કારીને ઉપયોગમાં લે છે. મકાન એ માટીના સંસ્કાર છે. ફર્નિચર એ લાકડાના સંસ્કાર છે, વાસણ એ ધાતુનો સંસ્કાર છે, રોટલી એ ઘઉંનો સંસ્કાર છે, પીણું એ પાણીનો સંસ્કાર છે, શર્ટ એ કપાસનો સંસ્કાર છે અને મસોતું એ શર્ટનો અંતિમ સંસ્કાર છે. પુરૂષોની બહોંતેર કળા અને સ્ત્રીઓની ચોસઠ કળાઓ, શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. આ દરેક કળા કોઇ ને કોઇ વસ્તુ કે વ્યવહારને સંસ્કારિત કરે છે. આમ આ બધી અલગ અલગ પ્રકારની સંસ્કરણ પદ્ધતિઓ છે. આ દરેક સંસ્કરણ પદ્ધતિઓને અમલમાં મુક્તી વખતે માણસે તેની માનસિકતા પણ ફેરવવી પડે છે. એક જ માનસિકતાથી બધા કામ થતા નથી. ક્યારેક આકરા થવું પડે, ક્યારેક કુણા પડવું પડે, ક્યારેક ધીરજ ધરવી પડે તો ક્યારેક તક સાધવી પડે. ખેતરમાં વાવણી કરવામાં ધીરજ ન ચાલે, દૂધમાં મેળવણ નાંખી દીધા પછી ઉતાવળ ન ચાલે, મરચા ખાંડતી વખતે હળવા હાથે કામ નથી આપતો અને માટલું ટીપતી વખતે કુંભારે હાથ હળવો રાખવો પડે છે. ' સંસ્કરણશક્તિના કારણે કોઇ પશુએ નથી મેળવ્યા તેવા ભૌતિક પરિણામો સુધી માણસ પહોંચી શક્યો છે. તરસ લાગે ત્યારે પશુઓએ હજી તળાવે જવું પડે છે જ્યારે માણસે પાણીની જરૂરિયાત સમજીને “તળાવ' ઘરભેગું કર્યું છે. પશુસૃષ્ટિ અને માનવસૃષ્ટિ વચ્ચે આ એક મૌલિક ફરક છે. મેન્યુફેક્યરિંગ, પ્રોસેસિંગ, પ્રિન્ટીંગ, ફિનિશિંગ ન ફર્નિશીંગ જેવી ક્રિયાઓ ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98