________________
આના અનુસંધાનમાં ટાઇપરાઇટિંગ, ટાઇપ સેટિંગ, કરસ્પોન્ડન્સ અને કોન્ફરન્સિંગ સુધી તેણે ભાષા સંસ્કરણનો જાદુ ચલાવ્યો છે.
આવું દરેક ક્રિયાઓમાં છે. ચાલવું, દોડવું અને કૂદવું એ માણસ અને પશુ બંનેમાં સમાન છે, છતાં માણસ પાસે તેમાં પણ વેરાઇટીઝ ઘણી છે. તે ક્યારેક ચાલે છે, તે ક્યારેક દોડે છે, ક્યારેક જમ્પમ્પિંગ તો ક્યારેક જોગિંગ કરે છે, તો ક્યારેક સ્કેટિંગ કરે છે.
કોઇ પંખી કથક ન કરી શકે, કોઇ પશુ ભારત નાટ્યમ્ રજુ ન કરી શકે. વાંદરો કૂદકા લગાવે છે પણ માણસ પાસે લોંગ એન્ડ હાઇ જમ્પની ગેમ્સ છે. કુદકામાં ગતિ હોય, ગેમ્સમાં ગતિની સાથે પદ્ધતિ હોય છે. પશુઓ દોડી શકે પણ પક્કડદાવ કે લંગડી રમતા નથી. પશુને છુપાતા આવડે છે પણ છુપાછુપી રમી શકતું નતી. પશુ પાસે બળ છે પણ કબડ્ડી તો માણસની રમત.
ચાલવાની ક્રિયાને સંસ્કરણનો કમાન્ડ આપીને માણસે ચાલવાની, દોડવાની, નાચવાની અને રમવાની કેટલીય શૈલીઓ વિકસાવી છે. વાહનવ્યવહાર પણ આમ તો ગતિવ્યવહારનો જ માનવકૃત તીવ્ર સંસ્કાર છે. માણસે એવા સાધનો વિકસાવ્યા છે કે તે બેઠો હોય છતા દોડતો હોય ને ઊંઘતો હોય છતાં ઊડતો હોય.
આહારચર્યા પણ જીવમાત્ર પાસે છે. પણ સંસકારચર્યાથી માણસે ત્યાં પણ પોતાનું લેવલ જાળવી રાખ્યું છે. કોઇ પશુ ખોરાકને સંસ્કારિત કરીને ખાતું નથી. જે અને જેવું મળે તે તેમનો ખોરાક. પશુઓ પાસે કાઠિયાવાડી, કે પંજાબી, ચાઇનીઝ કે બંગાળી જેવી ડિશ નથી. માણસ ક્યારેય સીધા ઘઉં કે ચોખા ખાતો નથી.
માણસના શરીર પર રહેલું શર્ટ એ માત્ર પહેરણ નથી પણ માણસની સફળ સંસ્કરણયાત્રાની સૂચક પતાકા છે. કોઇ ખેતરમાં પહેરણ પાકતું નથી. માનવ સંસ્કરણ કળા દ્વારા તેને મેળવી લે છે અને એટલે જ માનવ સિવાયની કોઇ પ્રાણી સૃષ્ટિમાં વસ્ત્ર પરિધાન નથી.
ઘરશાળા
3