________________
હતો પણ ખાસ તો તે રેમ્પુચેની દિનચર્યા ઉપર ધ્યાન આપતો હતો. પણ તેણે રેમ્યુચેને તો કયારેય ધ્યાન કરતા કે અન્ય લામાઓને ધ્યાન કરાવતા જોયા નહિ. મઠમાં આરાધના થતી હતી પણ સામૂહિક ધ્યાન કરાવવામાં આવતું તેણે જોયું નહિ. લામાઓ મઠની માવજત પાછળ સારો એવો સમય આપતા હતા. લામાઓ તેમની રોજિંદી ક્રિયાઓ પણ પ્રસન્નતાથી કરતા હતા. તેમના ઊઠવા-બેસવામાં, ન્હાવા-ધોવામાં, ખાવા-પીવામાં, વિશ્રામમાં અને રાત્રે શયનમાં પણ એક પ્રકારની સાહજિકતા વર્તાતી હતી.
આગંતુક લામાને થયા કરતું કે શું ગુરુએ મને અહીં મોકલવામાં કંઈક ભૂલ તો કરી નથી કે પછી તેઓ રેસ્પુસેને બરોબર ઓળખી જ શકયા નથી? આમ તે મનોમન મૂંઝાયા કરતો હતો. એક દિવસ તો તેનાથી રહેવાયું નહિ એટલે થોડીક હિંમત. કરીને તે રેસ્પુસેના કક્ષમાં જઈ પહોંચ્યો. ત્યાં તેમની ત્રણ પ્રદક્ષિણા કરી વંદન કરીને ઊભો રહ્યો. રેમ્પુચેએ ઇશારાથી તેને બેસવાની સૂચના આપી. તેણે આસન ગ્રહણ કર્યું એટલે રેમ્પુચેએ પૂછ્યું, “કંઈ મુશ્કેલી છે? બધું બરાબર ચાલે છે ને ?’'
લામાએ રેમ્પુચેનો વિનય કરતાં કહ્યું, “જો તમે અનુજ્ઞા આપો તો મારે આપને થોડાક પ્રશ્ન પૂછવા છે.’’
રેમ્પેચેએ ઇશારાથી સંમતિ દર્શાવી એટલે તેણે પૂછ્યું, “આપ ધ્યાનમાં કયારે બેસો છો? મને એમ હતું કે તમે ધ્યાનમાં બેસશો ત્યારે મને બોલાવીને ધ્યાનના અંતિમ ચરણ વિશે કંઈ કહેશો અને દોરવણી આપશો. પણ મેં તો તમને કયારેય ધ્યાન કરતા જોયા નહિ. મઠમાં પણ ખાસ ધ્યાન થતું હોય તેમ મને લાગ્યું નહિ. બધા રોજની સામાન્ય પ્રવૃત્તિઓ કરતા રહે છે અને સાધના ઓછી થતી લાગે છે. મને ઘણી વાર થાય છે કે હું કયાંક ખોટી જગાએ તો નંથી આવી ગયો.?''
રેમ્પુચેએ સહેજ સ્મિત કરતાં કહ્યું, “હું તો ચોવીસ કલાક ધ્યાનમાં હોઉં છું. પછી ધ્યાન માટે બીજો સમય કયાંથી કાઢું? અહીંના લામાઓ પણ ઘણો ખરો સમય ધ્યાનમાં જ રહે છે.”
રેમ્પુચેનો ઉત્તર સાંભળીને આગંતુકને નવાઈ લાગી. તેણે કહ્યું, ‘‘ક્ષમા પ્રાથું છું. પણ મને આપની વાત સમજાઈ નહીં.’’
ધ્યાનવિચાર
૧૧