________________
ધ્યાનવિધિ ઓશો ધ્યાનમાં પ્રવેશ કરવા માટે કેટલાંક પ્રારંભિક સૂચનો કરે છે તેને ખ્યાલમાં રાખીને સાધકે ધ્યાનમાં બેસવું જોઈએ. આમ તો ધ્યાન ગમે તે સમયે થઈ શકે છે પણ સવાર કે રાત્રિનો શાન્ત પ્રહર ધ્યાન માટે વધારે અનુકૂળ રહે. ધ્યાનમાં બેસતાં પહેલાં રેડિયો-ટી.વી, સમાચાર પત્રો જેવાં ક્ષુબ્ધ કરી. મૂકે તેવાં વળગણોથી મુક્ત થઈ જવું જોઈએ. ધ્યાન માટે પ્રાકૃતિક સૌંદર્યવાળાં શાન્ત અને રમ્ય સ્થળો વધારે અનુકૂળ રહે છે. તે સુલભ ન હોય તો ઘરનો કોઈ એક શાન્ત ખૂણો પસંદ કરીને પણ ધ્યાન કરી શકાય. નિત ધ્યાન કરનારે રોજ એક જ સ્થળે ધ્યાન કરવા બેસવું જોઈએ.
ઓશો ધ્યાન માટે આસન કે પ્રાણાયામ જેવી બાબતોના હિમાયતી નથી. શરીરને જેમાં સુવિધા રહે તેવું આસન રાખવું ઠીક રહેશે. ઓશો' માને છે કે અમુક પ્રકારનાં આસનો કે પ્રાણાયામનો આગ્રહ રાખવાથી ધ્યાને લેતાં પહેલાં જ તનાવ ઊભો થાય છે. જેના તેઓ વિરોધી છે. તેમના મતે ધ્યાન ધરતાં પહેલાં સાધકે સૌ પહેલાં તનાવરહિત થવું જોઈએ અને હળવા થઈ પ્રફુલ્લચિત્તે ધ્યાનમાં બેસવું જોઈએ. ઓશોની દષ્ટિમાં શરીરની સુવિધા ધ્યાન માટે અનિવાર્ય છે.
ધ્યાન માટે સ્થળ, સમય, આસન વગેરે બાબતોમાં ઓશો બધાથી અલગ પડી જાય છે એ તો ખરું પણ ધ્યાનની શરૂઆત આવેગો-તનાવોના રેચન પછી કરવાની બાબતે તેઓ તદ્દન મૌલિક છે. ઓશો મહદ્ અંશે ધ્યાનની શરૂઆત જ અરાજકતાથી કરવાના હિમાયતી છે. ઓશો માને છે કે માણસ ભલે ઉપર ઉપરથી સ્વસ્થ કે શાન્ત લાગતો હોય પણ અંદરથી તે તનાવગ્રસ્ત હોય છે અને અંદરના એ આવેગો-તનાવોનું વિસર્જન કર્યા વિના ધ્યાનમાં ખાસ સફળતા મળતી નથી.
આ માટે તેમણે જે ખાસ વિધિનું નિર્માણ કર્યું તેને સક્રિય ધ્યાન તરીકે તેમણે ઓળખાવ્યું છે. તેને તેઓ અરાજકતાથી શરૂ કરવામાં માને છે પણ તેનું લક્ષ્ય શાન્તિ અને સ્વસ્થતા છે. તેઓ કહે છે કે અરાજકતાઅવ્યવસ્થા, અશાન્તિ વગેરેથી વિપરીત તમારી અંદર શાન્તિ, સ્વસ્થતા અને સ્થિરતાનું એક ગહન બિંદુ છે જ્યાં તમારે ધ્યાનમાં પહોંચવાનું છે. જેવા
ધ્યાનવિચાર