________________
પાર કરી જાય છે. જો કર્મની વાત સાથે આ ધ્યાનને જોડીએ તો તેનાથી સક્ષમ સંવર થાય છે અને અનર્ગળ કર્મોની નિર્જરા થાય છે - જેને કારણે તેનો મોક્ષમાર્ગ ટૂંકાતો જાય છે.
જૈન ધર્મમાં કાયોત્સર્ગ માટે કાઉસગ્ગ શબ્દ પ્રચલિત છે. જૈન ધર્મની પ્રત્યેક ક્રિયામાં કાઉસગ્ગ હોય છે અને તેની સાથે નવકાર મંત્ર કે લોગસ્સ સૂત્રનું અનુસંધાન થયેલું જ હોય છે. આવશ્યકમાં આ બંનેનો સ્વતંત્ર રીતે પણ સમાવેશ કરવામાં આવેલો છે તે જ તેની મહત્તા દર્શાવે છે. આપણે ત્યાં ધર્મક્રિયાઓમાં વારેવારે કાઉસગ્ન થાય છે ખરા, પણ તે યાંત્રિક ઢબે, ઉતાવળમાં થાય છે તેથી આપણે તેના અનર્ગળ લાભથી વંચિત રહીએ છીએ. વળી બહુ ઓછાને તેના મર્મનો ખ્યાલ હોય છે.
વર્તમાનમાં કાઉસગ્ગને તેના વિશિષ્ટ સ્વરૂપમાં રજૂ કરવાનું શ્રેય તેરાપંથના તત્કાલીન આચાર્ય તુલસી અને મહાપ્રજ્ઞને ફાળે જાય છે. તેમણે પ્રેક્ષાધ્યાનની નિષ્પત્તિ કરતી વખતે તેને કાયોત્સર્ગ તરીકે રજૂ કરીને લગભગ પ્રત્યેક ધ્યાનમાં સમીલિત કરી લીધો અને એક સ્વતંત્ર ધ્યાન તરીકે રજૂ કર્યો.
- કાયોત્સર્ગને કેટલાક શબાસન સાથે સરખાવે છે પણ તે વાત બરોબર નથી. શબાસનમાં કાયાને શબવત કરવાની હોય છે અને ચેતનાને સુવાડી દેવાની હોય છે. કાયોત્સર્ગમાં ચેતના જાગ્રત રહીને કાયાને છોડીને, તેનાથી અલગ પડીને કાયાને જુએ છે અને પરમાત્મા સાથે અનુસંધાન કરી લે છે. બેની વચ્ચે આ મૂળભૂત તફાવત છે જે ઘણો અગત્યનો છે.
કાયોત્સર્ગની ત્રણ ભૂમિકા છે : શારીરિક, માનસિક અને ભાવાત્મક. આ ત્રણેય ભૂમિકાઓને સ્પર્શીએ ત્યારે જ કાયોત્સર્ગ સંપૂર્ણ રીતે સધાય. પ્રથમ ચરણમાં શરીરને તનાવ આપીને થોડીક વાર રાખી, પછી શિથિલ મૂકી દેવાનું હોય છે. બીજા ચરણમાં મનને શરીર, છોડવા માટે તૈયાર કરવાનું હોય છે અને ત્રીજા ચરણમાં ચેતનાને શરીરની બહાર કાઢીને તેનું પરમાત્મા સાથે અનુસંધાન કરવાનો ભાવ ભાવવાનો હોય છે. એક રીતે જોઈએ તો આ ત્રણેય ચરણમાં મન-વચન અને કાયાની ગુપ્તિ અમુક અંશે સધાઈ જાય છે.
- સાધનાના પ્રથમ ચરણમાં બે હાથ ભેગા કરી, આંગળીઓ ભિડાવી, પગને નીચે તરફ ખેંચી આખા શરીરને તનાવગ્રસ્ત કરી દેવાનું હોય છે.
: ધ્યાનવિચાર