________________
છે અર્થાત્ કે પ્રાણધારા સાથે જોડીને લોગસ્સ સૂત્રમાં ચોવીસ તીર્થંકર પરમાત્માઓનું નામસ્મરણ કરવાનું હોય છે. ખરેખર તો આ નામસ્મરણ ભાવથી ધ્યાન સાથે કરવાનું હોય છે. આ રીતે થયેલો કાઉસગ્ગ સ્વરૂપપ્રાપ્તિમાં સહાયક બની રહે છે. લોગસ્સ સૂત્રને અંતે આવતી ગાથામાં સાધક આરોગ્ય (ભાવ આરોગ્ય) બોધિ અને સમાધિ મરણની તીર્થંકર પરમાત્માઓ પાસે માંગણી કરે છે અને છેવટે સિદ્ધિ આપવા માટે પ્રાર્થના કરે છે. અર્થાત્ કે તે રીતે દોરવા માટે પ્રાર્થે છે. જે લોકો લોગસ્સથી ઓછા પરિચિત હોય છે કે જેમને તે સૂત્ર કંઠસ્થ ન હોય તે કાઉસગ્ગનું નવકાર મંત્ર સાથે અનુસંધાન કરીને સાધના કરે છે. ટૂંકમાં કાઉસગ્ગમાં પરમાત્મ તત્ત્વ સાથેનું અનુસંધાન આવશ્યક છે. મંત્ર કે સૂત્રને સહારે પરમાત્મ શક્તિના અવતરણનો માર્ગ મોકળો બની જાય છે.
જો કે કાયોત્સર્ગ ધ્યાનમાં મૂળ વાત ચેતનાને શરીરથી અલગ કરીને, તે બંનેની ભિન્નતાની અનુભૂતિ કરવાની છે. આ પ્રતીતિ થઈ ગયા પછી ચેતના જે માર્ગે બહાર નીકળી હોય તે માર્ગે તેને પાછી વાળીને પુનઃ શરીરમાં અવસ્થિત કરીને ધીમે ધીમે ધ્યાન સમાપ્ત કરવાનું હોય છે. ચેતના અને શરીર ભિન્ન છે. તે એક નથી - તેની અનુભૂતિને ભેદજ્ઞાન કહે છે જે અધ્યાત્મ માર્ગમાં ઘણું મહત્ત્વનું ગણાય છે.
ન
આ ધ્યાન અશક્ય નથી પણ અધ્યાત્મ માર્ગમાં આગળ વધેલા યોગીઓ જ આ રીતે ચેતનાને શરીરથી અલગ કરીને ચૈતન્ય વિહાર કરી શકે છે. ભલે આપણામાં તેવી શક્તિ આજે ન હોય પણ આપણે તે માટેનો અભ્યાસ કર્યો હોય તો કોઈ કાળે તે માટે ઉમેદવારી કરી શકીએ. આ ધ્યાન સાધવું ઘણું અઘરું છે એ વાત ખરી પણ આત્મા માટે તે ઘણું ઉપકારક છે. તે સિદ્ધ ન થયું હોય તો પણ તે સાધકના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી દે છે. આલોક અને પરલોક બંનેને સુધારવાની ક્ષમતા ધરાવનાર આ ધ્યાનનો અભ્યાસ રાખનારનું જીવન અને મૃત્યુ બંને સુધરી જાય છે. આ ધ્યાનનો સાધક સુખે જીવે છે અને સુખે શરીરને છોડીને મૃત્યુની પેલે પાર ઊતરી જાય છે.
કાયોત્સર્ગ ધ્યાન સમાપ્ત થયા પછી ધીમે ધીમે તેમાંથી બહાર આવવું જરૂરી છે. તે માટે થોડીક વાર ઈશ્વરનું સ્મરણ કરીને કે કોઈ પ્રભાવક મંત્રનું ધ્યાનવિચાર
૯૯