________________
પાંચ વાર સ્મરણ કરીને ધ્યાન છોડવું. ધ્યાન દરમિયાન આંખો અડધી મચેલી અને અડધી ખુલ્લી રાખવાનું ઠીક રહે છે. તેથી વિચાર ઓછા આવે. છે અને ચિત્તને બહાર તરફ વહેવાનો અવકાશ ઓછો મળે છે. આ ધ્યાન સામાન્ય રીતે બે ઘડી કે એક કલાક પર્વત તો કરવું જ જોઈએ. જો એટલો સમય તે માટે નહીં આપ્યો હોય તો તેની અસર જ નહીં વર્તાય.
આ ધ્યાન કરનારને મૃત્યુનો એટલો સંતાપ રહેતો નથી. સાધકની પ્રકૃતિ શાંત અને સ્વસ્થ બની જાય છે. આ ધ્યાનનો સાધક પાપ કરતાં પાછો પડે છે. અને પુણ્યપ્રવૃત્તિ કરવા માટે તત્પર હોય છે. આ ધ્યાન કરનારના રાગદ્વેષ ઘણા પાતળા પડી જાય છે. આ ધ્યાનનું લક્ષ્ય આત્માને પરમાત્મા સુધી લઈ જવાનું કે તેને પરમાત્મા બનાવવાનું છે, પણ તે કરવાથી જીવન પણ સ્વસ્થ અને પ્રસન્ન બની રહે છે. ચેતનાને કાયાથી અલગ કરીને પરમાત્મા સાથે અનુસંધાન કરાવતા આ ધ્યાનને ‘વિશેષ ધ્યાનમાં સકારણ જ રાખ્યું છે. તેનાથી આગળની યાત્રાનો આપણી પાસે નકશો કે ચાર્ટ નથી. અજ્ઞાતની આ યાત્રા કેવળ પરમાત્માને સહારે જ થઈ શકે છે.
યોગસંયમ કાયોત્સર્ગની નજીકનું કહી શકાય પણ તેના કરતાં ઘણું સરળ ધ્યાન મનોવચનકાયગુપ્તિનું છે. આપણે જન્મીએ છીએ ત્યારથી આપણે જીવીએ ત્યાં સુધી સંસાર સાથે આપણને જોડી આપનાર મન-વચન અને કાયાના યોગો છે. આ યોગો ન હોય તો સંસાર ન રહે અથવા તો તે ઘણો સીમિત થઈ જાય. આ યોગોનો સંયમ કરવો એ ધ્યાન છે. આ ધ્યાન સવાર-સાંજ નિયમિત રીતે સ્થળ અને સમયની અનુકૂળતા પ્રમાણે સાધી શકાય. તે માટે પંદર-વીસ મિનિટનો સમય પણ પર્યાપ્ત બની રહે છે.
આ ધ્યાન સાધવા માટે કંઈ ખાસ કરવાનું નથી. શરૂઆતની બે-ચાર મિનિટની પૂર્વવિધિ કરીને ધ્યાને લેવા માટે મન-વચન અને કાયાના યોગોનો બને તેટલો સંયમ કરવાનો છે. તે માટે કાયાનું હલન-ચલન રોકી તેને સ્થિર રાખવાની છે. ત્યાર પછી વાણીનું મૌન સાધવાનું છે. આ બંને યોગોને સ્થિર કરવાનું એટલું મુશ્કેલ નથી. પણ પછી મનને સ્થિર કરવાનું છે તે કામ કપરું ૧૦૦
ધ્યાનવિચાર