________________
સિદ્ધિ અને અનુભૂતિ
“મારી ચોમેર આનંદની વર્ષા થઈ રહી છે. કયાંય દુઃખનો અણસાર વર્તાતો નથી. દિલમાં કોઈ સંતાપ રહ્યો નથી. ચિત્ત શાંત થઈ ગયું છે. અંદરથી શકિતનો પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે. કયાંય દીનતા રહી નથી. અંતરદષ્ટિ ખૂલી ગઈ છે અને અજ્ઞાનના અંધારાં ઓસરી ગયાં છે.
“હવે કયાંય દુઃખ નથી, સંતાપ નથી, દીનતા નથી, અંધકાર નથી. ક્રોધ, માન, માયા અને લોભનું ઉપશમન થઈ ગયું છે.
સદાય ઉદ્વિગ્ન રહેતું મન શાંત થઈ ગયું છે, ચિત્ત સરળતા, મૃદુતા અને તૃપ્તિના ભાવોથી ભરાઈ ગયું છે. જીવનમાં ધર્મનો ઉદય થયો છે જેને કારણે હવે ચિત્ત પ્રસન્ન થઈ ગયું છે. ચોમેર પ્રસન્નતા વર્તાઈ રહી છે.”
ધ્યાનવિચાર