________________ 'ધ્યાનવિચાર' - વિશિષ્ટ વિચાર ' "ધ્યાનમાં આધ્યાત્મિક રીતે આત્માને પરમાત્મા સુધી પહોંચાડવાની તાકાત છે તો ઐહિક રીતે જીવનને 'શાન્ત, સ્વસ્થ અને પ્રસન્ન રાખવાની ક્ષમતા છે. 'આલોક અને પરલોક બંને માટે ઉપકારક બની રહે તેવું આ ધ્યાન શું છે, તે કેવી રીતે સાધી શકાય તે વાતનું 'લક્ષ્ય રાખીને આ પુસ્તકમાં પ્રમુખ ધ્યાનધારાઓને 'નિરૂપણ કરવામાં આવ્યું છે. લેખકે પ્રત્યેક ધ્યાનધારા પાછળના તત્ત્વ વિચારની સાથે તે ધ્યાન કેવી રીતે થઈ 'શકે તેનું પણ સવિસ્તાર વર્ણન કર્યું છે. વળી ન કરવા. જેવાં અને બચવા જેવાં દુર્યાનોની પુસ્તકમાં વિગતે ચર્ચા કરવામાં આવી છે જે મહત્ત્વની છે પણ ઘણી 'ઓછી જગાએ જોવા મળે છે. ધ્યાનનો ઈચ્છક પોતાની પ્રકૃતિ અને હેતુને નજરમાં રાખીને યોગ્ય ધ્યાનની પસંદગી કરી તેમાંથી ઈષ્ટ લાગેલી બાબતોનો સમન્વય કરીને પોતાને અનુકૂળ રહે તેવા ધ્યાનનું આયોજન પણ કરી શકે તેવી બધી માહિતીથી પુસ્તક સભર છે. આજની ભાગ-દોડની જિંદગીમાં જ્યાં અને જ્યારે 'સમય મળે ત્યારે થોડીક વાર માટે પણ ધ્યાન કરીને સ્વસ્થ થઈ શકાય તેવા ધ્યાનના કેટલાક પ્રયોગો પણ લેખકે બતાવ્યા છે. ધ્યાનકણિકાઓથી ચમકતું પરિશિષ્ટ ધ્યાનના સાર સમું છે. આમ ઘણી બધી રીતે 'ધ્યાન વિચાર' પુસ્તક વિશિષ્ટ ધ્યાન વિચાર બની રહ્યું છે."