________________
આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ દુર્ગાનો છે. તેનાથી બચવાનું હોય - તેને સાધવાનાં ન હોય.
- ધ્યાન માટે વિધિ આવશ્યક છે એ ખ્યાલ ખોટો છે. વિધિ ધ્યાનમાં સહાયક છે.
- ધ્યાનમાં એકાગ્રતા પણ અવરોધક બની શકે છે. એકાગ્રતાથી તનાવ પેદા થાય છે – એ વાત ઘણા ચૂકી જાય છે.
- ધ્યાન એ વિશ્રામ છે. નહીં વિચારનો ભાર કે નહીં કલ્પનાની ઉડાન.
- ધ્યાન માટે સ્થળ અને સમયનો આગ્રહ સારો છે પણ તે અનિવાર્ય
નથી.
- ધ્યાન માટે એકાંત સારું પણ ભીડમાંય ધ્યાન થઈ શકે. જો મનમાં ભીડ હોય તો પહાડોમાં પણ ધ્યાન ન લાગે.
- તમે તમારાથી અલિપ્ત રહીને જે કંઈ કરશો તે ધ્યાન જ બની જશે.
- જેનામાં કર્તાભાવ ન રહ્યો હોય કે ભોક્તાભાવ ન રહ્યો હોય તે હંમેશાં ધ્યાનમાં જ છે.
- થોડીક શાંતિ અને તનાવ વિસર્જન માટે ધ્યાન કરવું એ તો જ્યાંથી કરોડો મળે તેમ હોય ત્યાંથી કોડીઓ લઈને પાછા ફરવા જેવું છે.
- ધ્યાન એ અમૃત છે. તેને ઝીલવા માટે સુવર્ણપાત્ર જોઈએ. પાત્રતા કેળવ્યા વિના મોટી અપેક્ષા ન રાખો. ' - આત્મદશામાંથી પરમાત્મદશા સુધી પહોંચવા માટે ધ્યાન જેવો કોઈ ઉત્કૃષ્ટ માર્ગ નથી. જો કે તેનાં ચઢાણ સીધાં છે.
- જીવનમાં આપણે સતત દોડતા રહીએ છીએ કારણ કે આપણી . જીવનઊર્જા તૃપ્તિ માટે તેના અન્ય ધ્રુવને ઝંખતી હોય છે. ધ્યાનમાં તે મિલન આપણી અંદર સધાય છે જેથી દોડ સમાપ્ત થઈ જાય છે.
- ધ્યાનની પરાકાષ્ટાની પળે જીવન ઊર્જનાં વિપરીત ધૂવોનું મિલન થઈ જતાં સાધક સ્વયં તૃપ્ત અને સ્વયં પર્યાપ્ત બની રહે છે.
- ધ્યાનમાં જીવનઊર્જાનો પૂર્ણતયા આવિષ્કાર થાય છે તેને કારણે જીવાત્માને પરમ આનંદની અનુભૂતિ થાય છે.
ધ્યાનવિચાર
૧૧૧