________________
પરિશિષ્ટ
- ઘણા લોકો એ ફરિયાદ કરે છે કે ધ્યાન કરવા બેસીએ છીએ પણ વિચારો બહુ આવે છે. વિચાર આવે એ સ્વાભાવિક છે. વિચાર વગરનું ધ્યાન નિર્વિચાર અવસ્થા છે. તે બહુ ઊંચી અવસ્થા છે પણ તેને ધ્યાન કહેવાય કે નહીં તે ચર્ચાનો વિષય છે. વિચારોને આપણે વિષય આપીને તેમાં રોકી રાખીએ તે ધ્યાન કહેવાય અને એવું ધ્યાન મુશ્કેલ નથી.
- કેટલાક લોકો માને છે કે ધ્યાનમાં આપણું કામ નહીં. ધ્યાન તો અધ્યાત્મ માર્ગમાં આગળ વધેલા લોકો જ કરી શકે. આ વાત બરોબર નથી. ધ્યાન કરતાં કરતાં ઊંચે જ પહોંચાય. પણ ધ્યાનમાર્ગ લાગે છે એટલો વિકટ નથી અને માનીએ એટલો સરળ નથી.
- ધ્યાનમાં વિચાર કે કલ્પનાનો નિષેધ નથી. વિચાર ધારા ધ્યાન થઈ શકે અને કલ્પનાના સહારે પણ ધ્યાન થઈ શકે. તમે વિચારમાં ભટકી જાવ અને કલ્પનામાં ખોવાઈ જાય તો તે ધ્યાન નથી.
- ધ્યાન કરીએ તો હંમેશાં સ્વસ્થ રહીએ અને સ્વાથ્ય પણ સારું રહે એ માન્યતા સર્વાગે સાચી નથી. ધ્યાન એમાં સહાયક બની શકે એટલું જ. ધ્યાનને પણ તેની મર્યાદા છે.
- ધ્યાનથી તનાવરહિત થઈ શકાય પણ તેની અસર અલ્પકાળ માટે રહે. જો તનાવનાં કારણોને દૂ ક્ય ન હોય તો તનાવ પુનઃ પેદા થવાનો જ.
- ધ્યાન કરતા રહીએ અને આપણો જીવન પ્રત્યેનો અભિગમ બદલાય જ નહીં અને આપણે એવા ને એવા જ રહીએ તો સમજવું ધ્યાન વિફલ ગયું. કાં તો આપણને ધ્યાન કરતાં જ આવડ્યું નહીં કે પછી ધ્યાનને નામે કોઈ ભળતા માર્ગે ચઢી ગયા.
- ધ્યાન કરતા રહીએ અને કષાયો પણ કરતા રહીએ તો તે તળિયા વગરના પાત્રને ભરવાની કોશિશ કરવા જેવું છે. આ
- જે ધ્યાન માણસને હીણા-અધમ કૃત્યો કરવા માટે પ્રેરે અને સહાય કરે તેને રૌદ્રધ્યાન કહેવાય.
જે ધ્યાનમાં શરીરની-ઘરની-સ્વાર્થની સતત ચિંતા રહ્યા કરે તે આર્તધ્યાન કહેવાય.
૧૧૦
ધ્યાનવિચાર