Book Title: Dhyanvichar
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 109
________________ કરવી. ભગવાને કેટલીય લીલાઓ કરી છે તેમાંથી એક-બે મનભાવન લીલાઓ જોતાં જોતાં, વચ્ચે મળેલો ફાજલ સમય કયાંય પૂરો થઈ જશે અને પ્રસન્ન થઈને તમે તમારા કામમાં પુનઃ જોડાઈ જશો. પરિસ્થિતિનો દોષ કાઢતા રહીને સંક્લેશમાં રહેવા કરતાં આ માર્ગ સારો નથી? જો કોઈ રામભકત હોય તો તે રામના જીવનને યાદ કરતાં કરતાં તેમની સાથે વનવાસે પણ જઈ શકે અને ત્યાં રામચંદ્રના સાંનિધ્યમાં વસીને તેમની ભકિત કરતો રહે. શ્રમણ સંપ્રદાય સાથે જેમને પ્રીતિ હોય તેઓ ભગવાન મહાવીર કે ભગવાન બુદ્ધના જીવનમાંથી અમુક અમુક પ્રસંગો લઈને તેને પ્રત્યક્ષ કરીને ચિંતન કરતા રહેશે તો તે ધ્યાન જ બની રહેશે. ઈશુના અનુયાયીઓ તેમના જીવનના પ્રસંગોને તાદશ કરીને ધ્યાન કરી શકશે. મૂળ વાત ધ્યાનની છે. તમે કોનું આલંબન લઈને ધ્યાન કરો છો તે વાત એટલી મહત્વની નથી. પરંતુ એટલું ખરું કે તમે જેના જીવનના પ્રસંગોનું ધ્યાન ધરો તેમનામાં ભગવત્તા પ્રગટ થયેલી હોવી જોઈએ. કેટલાક લોકો મંત્રના આરાધક વધારે હોય છે. તેમને મંત્રમાં શ્રદ્ધા વધારે હોય છે. તેઓ રોજ મંત્રનો જાપ કરતા જ હોય છે. આવા લોકોએ પોતાને ગમતો કોઈ એક મંત્ર લઈને તેને મન સમક્ષ પ્રત્યક્ષ કરી તેના ઉપર એકાગ્રતા સાધવી. એ મંત્રના અક્ષરોને જેવા, તેના વર્ણને જોવા, મંત્રને ચમકતા શ્વેત રંગમાં જોતાં તેનું ધ્યાન કરવું. થોડોક સમય તે મંત્ર સાથે તન્મય થઈ જવું. પછી જ્યારે ચિત્ત વિચલિત થવા લાગે ત્યારે મંત્રને શરીરનાં મર્મ સ્થાનો ઉપર કલ્પનાથી ફેરવવો અને પ્રત્યેક સ્થાન ઉપર તેને થોડીક વાર માટે સ્થિર કરી તેનું ધ્યાન કરવું. તે વખતે મંત્રનો જાપ કરતાં ચિંતવવું કે મંત્રની શક્તિનો મારામાં સંચાર થઈ રહ્યો છે. આમ પ્રવૃત્તિની વચ્ચે મળેલા ફાજલ સમયમાં મંત્રનું ધ્યાન કરવાથી ચિત્ત ઉદ્દેગરહિત થઈ જશે. તમારી ધારણા શકિત વિકસશે. તમારી આત્મશ્રદ્ધામાં વધારો થશે. ધ્યાન પૂરું કરીને તમે પુનઃ તમારા કાર્યમાં જોડાઈ શકશો. ધ્યાનનો એક તદ્દન નાનો અને સરળ પ્રયોગ મળેલા ફાજલ સમયમાં કરવા જેવો છે. એમાં તમારે કંઈ કરવાનું નથી. કોઈ વિષય ઉપર મનને કેન્દ્રિત કરવાનું નથી. કલ્પના કરીને કોઈ પ્રદેશમાં વિહરવાનું નથી. તમે જ્યાં ૧૦૮ ધ્યાનવિચાર

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114