Book Title: Dhyanvichar
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 108
________________ તેમનામાં ઘણો ફેર પડી જાય. - વાસ્તવિકતામાં ધ્યાન એ આત્માના ઉપયોગની - ચિત્ત પ્રવર્તનની સ્થિરતા છે. એ કરવા માટે સમય અને સ્થળ અનુકૂળ હોય તો સારું પણ તેના વિનાય ધ્યાન કરી શકાય અને તેનાથી લાભાન્વિત થઈ શકાય તે બાબતને લક્ષમાં રાખીને અહીં ધ્યાનના કેટલાક પ્રયોગોનું નિરૂપણ કરેલું છે. ધ્યાનનો ઇચ્છુક તેમાંથી તેને જે ઠીક લાગે તે પ્રયોગ લઈને ધ્યાન કરશે તો તેને સ્વસ્થતા અને શાંતિનો અનુભવ થશે. તેની કાર્યક્ષમતામાં વધારો થશે. તેનો સ્વભાવ સારો થઈ જશે અને અન્ય લોકો સાથેના તેના સંબંધો મીઠાશભર્યા થવા લાગશે. આ ધ્યાનોના આધ્યાત્મિક લાભ તો છે જ જેની આપણે અહીં ચર્ચા કરતા નથી. ધ્યાનના આ નાના અને ત્વરિત પ્રયોગો કરવા માટે આસન પ્રાણાયામની જરૂર નથી રહેતી. તમે જ્યાં બેઠા હો, જે રીતે ઊભા હો કે બેઠા હો ત્યાં શરીરને જરા શિથિલ છોડી દઈને આપણી અંદર ચાલતી શ્વાસ-ઉચ્છવાસની ક્રિયાને થોડીક વાર માટે કેવળ જોયા કરવી. તેની સાથે ભગવાનનું નામ કે મંત્ર જોડવાની જરૂર નથી. જો તમે કંઈ જોડવા જશો તો પછી બીજું ઘણું બધું તેની સાથે જોડતા થઈ જશો અને તેનાથી ધ્યાન ચૂંથાઈ જશે. શ્વાસ આપણો કાયમનો સાથી છે. તેને કયાંય શોધવા જવો પડતો નથી. વળી તેના પ્રતિ સગ કે દ્વેષ થતો નથી કારણ કે તે સહજ છે. બસ, આમ દસ પંદર મિનિટ કે જે સમય મળ્યો હોય તેટલો વખત શ્વાસને જોયા કરશો ત્યાં તમારું મન શાંત અને સ્વસ્થ થઈ જશે. આસપાસની પરિસ્થિતિથી એટલો સમય તમે અલિપ્ત બની રહેશો. જ્યારે તમારો વારો આવે કે ઊઠવાનું થાય ત્યારે ઇષ્ટદેવનું સ્મરણ કરીને ધ્યાનને સંપન્ન કરીને - તમારા કામે લાગી જશો. આટલું નાનું ધ્યાન પણ તમને તનાવમુકત રાખશે, તમારી સહનશક્તિમાં વધારો કરી આપશે અને તમે લોકો સામે ફરિયાદ કરવાને બદલે પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરીને કામ પતાવીને શાંતિથી વિદાય થશો. - જે લોકો ભકિત સંપ્રદાયમાં વધારે શ્રદ્ધાવાળા છે તેમના માટે બીજો એક પ્રયોગ સરળ અને સુસાધ્ય છે. તેમણે પોતાના આરાધ્ય ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓના પ્રસંગોને યાદ કરી તેને રસપૂર્વક મનની સમક્ષ પ્રત્યક્ષ ધ્યાનવિચાર ૧૦૭

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114