Book Title: Dhyanvichar
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 107
________________ જ નથી આવડતાં. આપણા દર્શન ભાવથી ભીંજાયેલાં નથી હોતાં તેથી આપણે કોરા ને કોરા રહી જઈએ છીએ. બાકી દર્શનમાં ચિત્તને નિર્મળ કરવાની અને પ્રસન્નતા આપવાની અનર્ગળ તાકાત છે. હરતાં-ફરતાં અહીં આપણે એ વાત કરવાની છે કે જે લોકો પાસે ધ્યાન માટે સમય નથી કે અનુકૂળતા નથી તેવા લોકો ધ્યાનનો લાભ કેવી રીતે લઈ શકે. તો સમાજમાં એવા પણ લોકો છે કે જેમની પાસે સમય હોય છે પણ તેને તેઓ વેડફી નાખતા હોય છે. વળી આજના જીવનસંઘર્ષના યુગમાં બહુ ઓછા લોકોને ધ્યાન માટે સમય અને સ્થળનો આગ્રહ રાખવાનું પોષાય તેમ છે. આવા બધા લોકોને ધ્યાન તરફ વાળવા હોય તો તેમને ધ્યાનમાં કેવી રીતે જોડી શકાય એ વાત લક્ષમાં રાખીને અહીં ધ્યાનના કેટલાક પ્રયોગોની ચર્ચા કરી છે. જે સૌ કોઈને ઉપયોગી બની રહે તેવી છે. આજે જમાનાની તાસીર જ એવી છે કે માણસને અહીં તહીં કેટલોય સમય વેડફવો જ પડે છે. ડૉક્ટરને ત્યાં ગયા હોઈએ, બેંકમાં કંઈ કામે જવું પડ્યું હોય, સરકારી કે બિનસરકારી કચેરીઓમાં કામ-પ્રસંગે જવું પડ્યું હોય ત્યાં જતાંની સાથે તુરત જ આપણું કામ થતું નથી. ત્યાં કેટલીય વાર રાહ જોતા બેસી રહેવું પડે છે. તેવા ફાજલ સમયનો ઉપયોગ જો આપણે ધ્યાનમાં કરી લેતા હોઈએ તો આપણને ઘણી શાંતિ મળી રહે અને આપણી સ્વસ્થતા બની રહે. બીજી બાજુ નિવૃત્ત થયેલા વૃદ્ધ લોકો કંઈ કામ કરી શકતા હોતા નથી. એટલે તેઓ સાંજ પડે બગીચાને બાંકડે કે મંદિરના ઓટલે બેસીને ગામગપાટા મારતા હોય છે. આ લોકો પણ મળેલા ફાજલ સમયમાંથી થોડાક સમયનો ઉપયોગ ધ્યાન કરવામાં ગાળે તો તેમને ઘણી હૈયાધારણ રહે. સંપન્ન લોકો પાસે ઘણો સમય હોય છે જે તેઓ કલબોમાં કે હરવાફરવામાં ગાળે છે. તેમાંથી થોડોક સમય તેઓ ધ્યાન માટે ફાળવી શકે તો પણ કયાં? તેની સામે બેકાર લોકો છે જેઓ કામની શોધમાં અહીં તહીં ફરતા હોય છે. તેઓ પણ વચ્ચે થોડોક સમય કાઢીને ધ્યાન કરતા થઈ જાય તો ૧૦૬ ધ્યાનવિચાર

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114