________________
છે. મન સ્વભાવ ચંચળ છે એટલે તે સતત ઊડાઊડ કરતું રહે છે. મનને ચંચળ કરનાર કષાયો છે - રાગ અને દ્વેષ. રાગ-દ્વેષની સંતતી છે ક્રોધ, માન, માયા અને લોભ. આ કષાયોના ઉછાળા જેટલા વધારે તેટલું મનનું પ્રવર્તન વધારે. મનની સ્થિરતા માટે કષાયોની મંદતા અને અલ્પતા ઘણાં જરૂરી છે. ભલે આપણે મનને સદંતર ગોપવી ન શકીએ પણ તેનું પ્રવર્તન જેટલું ઓછું હશે તેટલો સંયમ સારો થશે અને ધ્યાન સારું લાગશે.
એમાંય જો કોઈ બડભાગી પળે મનનો અલ્પ સમય માટે પણ પૂર્ણતયા સંયમ થઈ જાય અર્થાત્ કે મનનો લય થઈ જાય તો તે પળ આત્માની અનુભૂતિ અર્થાત્ કેવળ અસ્તિત્વની પળ બની રહેશે. ધ્યાનનું આ બહુ ઊંચું શિખર છે જેનાં દર્શન પણ દુર્લભ છે. અલ્પકાળ માટે આ ઝાંખી થઈ જાય તો પણ કયાં?
આપણાથી જરા અળગા થઈને જો આપણે આપણને જોઈએ તો લાગે કે આપણે જરૂર વગર આપણાં અંગ ઉપાંગોને સતત હલાવતા જ રહીએ છીએ. વિના કારણે આમતેમ આંટાફેરા કર્યા જ કરીએ છીએ. એ જ રીતે આપણે આખો દિવસ બોલ-બોલ કર્યા જ કરીએ છીએ. એમાં જરૂરનું
ઓછું હોય છે અને કામ વગરનું વધારે હોય છે. બોલવાની આડે આપણે - સામાને સાંભળવાનો વિવેક પણ રાખતા નથી. મન તો સ્વભાવે જ ચંચળ
છે. ત્યાં વળી આપણે તેને કલ્પનાના ઘોડે ચઢાવીને ભૂતકાળ ફંફોસતા રહીએ છીએ અને ભાવિમાં ભટકતા રહીએ છીએ. મન-વચન અને કાયાના યોગોનું પ્રવર્તન એમ ને એમ થતું નથી. તેની પાછળ આપણે એકત્રિત કરેલી મહામૂલી ઊર્જા ખર્ચાતી જ રહે છે. આ ઊર્જાને જો આપણે બચાવી લઈએ તો તે ધ્યાન જ છે. ધ્યાનમાં આપણને જે શાંતિ લાગે છે, મનની પ્રસન્નતા લાગે છે તે આ ઊર્જાની સ્વયમાં સ્થિતિ થવાને કારણે. સંયમ ઊર્જાને બચાવીને સ્વયં તરફ વાળે છે જેને કારણે આપણને શાંતિ અને સ્વસ્થતાની અનુભૂતિ થાય છે. ભલે આપણે પૂર્ણતયા યોગોનો સંયમ ન કરી શકીએ પણ જેટલો સંયમ કરી શકીશું તેટલો તેનો લાભ અવશ્ય મળશે.
સંયમયોગ એટલે જ મન-વચન-કાયાની ગુપ્તિ. વાસ્તવિકતામાં પૂર્ણ યોગ નિરોધ શક્ય નથી પણ ધ્યાનમાં આપણે તેનો વધારેમાં વધારે સંયમ કરીએ છીએ. અર્થાત્ કે આપણે ધ્યાનમાં મન-વચન-કાયાનું ઓછામાં ઓછું ધ્યાનવિચાર
૧૦૧