Book Title: Dhyanvichar
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 98
________________ થોડીકવાર શરીરને તનાવમાં રાખ્યા પછી તેને શિથિલ મૂકી દેવાનું હોય છે. આ ક્રિયા થોડાક થોડાક સમયનું અંતર રાખીને ત્રણથી પાંચ વાર કરવી. આ ક્રિયા સૂતાં સૂતાં કરવામાં ફાવટ સારી રહે છે બાકી બને ત્યાં સુધી ઊભા ઊભા કરવી – જેથી જાગરૂકતા બની રહે છે. શરીરને તનાવ આપતી વખતે અને શિથિલ કરતી વખતે યથા તથા સૂચન કરતા રહેવાથી ક્રિયા સારી થાય છે. જેમ કે શરીરને શિથિલ કરવા માટે સૂચન કરી શકાય: હવે શરીર પૂર્ણતયા શિથિલ થઈ જશે, પછી શરીર શિથિલ થઈ રહ્યું છે. થોડીક વાર પછી ચિંતવવાનું કે શરીર હવે શિથિલ થઈ ગયું છે અને મને તેની અનુભૂતિ થઈ રહી છે. શરીર અને મન એક બીજા સાથે સંલગ્ન છે એટલે શરીર મનનું માનીને તેના સૂચન પ્રમાણે કરતું જાય છે. આ વાત કપોળકલ્પિત નથી, પણ વાસ્તવિક્તા છે. અલબત્ત આ માટે થોડોક અભ્યાસ આવશ્યક છે. કાયોત્સર્ગના બીજા ચરણમાં શરીરથી ચેતનાને અલગ કરવા માટે મનને સમજાવવાનું છે. મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત એ ચેતનાનાં જ જુદાં જુદાં સ્તરો છે – પર્યાયો છે. મનને સમજાવવાનું કામ બુદ્ધિ કરે છે. મન નહીં માન્યું હોય તો ચેતના શરીર છોડવા માટે તૈયાર નહીં થાય. તે તેનો વિરોધ કરશે. મનને સમજાવવાની અનેક રીતો છે. સાધકે પોતાની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને મનને સમજાવતા રહેવાનું છે. દા.ત. આ તો સત્યના સાક્ષાત્કારની યાત્રા છે. સત્યનો સાક્ષાત્કાર કરીને પાછા જ આવી જવાનું છે. એમ પણ સમજાવી શકાય કે બધાને શરીર છેવટે છોડવું જ પડે છે અને આપણેય છોડવું પડશે. કોઈ ખેંચીને લઈ જાય તેના કરતાં આપણે જ સ્વમાનપૂર્વક નીકળી જઈએ તો વધારે સારું નહીં? ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ, ભગવાન શ્રીકૃષ્ણ જેવાઓને પણ છેવટે શરીર છોડવું પડ્યું હતું તો આપણે કયાંથી બચવાના હતા? આ તો પ્રાકૃતિક ઘટના છે. વળી આપણે તો થોડાક સમય માટે આ કરીને પાછા આવી જવાના છીએ જાણે ફરવા ગયા હતા. આમ અનેક રીતે મનને શરીર છોડવા માટે તૈયાર #ી શકાય. ' ત્રીજા ચરણમાં શરીરમાં દસ ધારાએ વહી રહેલી પ્રાણધારાને જોવાની છે. બધી પ્રાણધારાઓમાં પડવાની જરૂર નથી પણ શ્વાસની પ્રાણધારા જે •પ્રમુખ છે તેને પકડીને ચાલીશું તો આપણું કામ થઈ જશે. શ્વાસને જતાં આવતાં કેવળ જોયા કરવાનો. તે સમયે અન્ય વિચારોને આવવા દેવાના નહીં. ધ્યાનવિચાર

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114