________________
૬. વિશેષ ધ્યાન
કાયોત્સર્ગ
કાયોત્સર્ગ એ ધ્યાનનો બહુ વિશિષ્ટ પ્રયોગ છે. કાયોત્સર્ગ એટલે કાયાને છોડી દેવી. સ્વાભાવિક રીતે કોઈને પ્રશ્ન થાય કે કાયાને છોડવાનું તો વળી ધ્યાન હોઈ શકે? આ ધ્યાનમાં કાયાને છોડવાની વાત છે પણ તેમાં ખરેખર કાયા છોડવી પડતી નથી. એમાં કાયા છોડવા માટેનો અભ્યાસ હોય છે. વાસ્તવિકતામાં તો શરીરમાં વ્યાપીને રહેલ ચેતનાને સંકોચીને કોઈ એક મર્મ સ્થાન ઉપર લાવી ત્યાંથી તેને બહાર કાઢી પરમાત્મા સાથે અનુસંધાન કરવાની વાત એમાં રહેલી છે. બાકી કાયાને છોડીને ચેતના તેનાથી અલગ પડીને, છોડેલી કાયાને તટસ્થ રહીને જોયા કરે એ અવસ્થા સુધી તો ભાગ્યે જ કોઈ સાધક પહોંચી શકે છે. જો ત્યાં સુધી કોઈ પહોંચે તો ધ્યાન સિદ્ધ થયેલું ગણાય. તે અવસ્થામાં પહોંચ્યા પછી સાધકને અનુભૂતિ થઈ જાય છે. કે તે આ જડ મરવાવાળો દેહ નથી પણ તેમાં વ્યાપીને રહેલો અનંત શક્તિશાળી આત્મા છે જે ક્યારેય મરતો નથી અને જન્મતો પણ નથી. શાસ્ત્રોમાં તેને ભેદજ્ઞાન કહે છે જે આ ધ્યાનનું મૂળ લક્ષ્ય છે. કાયોત્સર્ગ ધ્યાન સિદ્ધ થતાં સાધકનો સમગ્ર જીવન પ્રત્યેનો અભિગમ બદલાઈ જાય છે. અરે, ધ્યાન સિદ્ધ થયું ન હોય પણ તેનો અભ્યાસ થતો રહ્યો હોય તો પણ તેનાથી સાધકમાં ઘણું પરિવર્તન આવી જાય છે. આ ધ્યાનનો અભ્યાસી શારીરિક રીતે સ્વસ્થ અને માનસિક રીતે સંતુલિત રહે છે. તે તનાવગ્રસ્ત રહેતો નથી અને કોઈ કારણસર તેનામાં તનાવ ઉત્પન્ન થયો હોય તો તેનું વિસર્જન થોડીક વારમાં થઈ જાય છે. આવો અભ્યાસી સાધક સંસારમાં રહે છે પણ તેને હૈયે સંસાર વળગેલો રહેતો નથી. જે રોજ કાયાને છોડવાનો અભ્યાસ કરતો હોય છે તેને મૃત્યુ સમયે કાયાને છોડવામાં ખાસ તકલીફ પડતી નથી. તેના માટે તે સહજ બની જાય છે. તે સમયે તે આત્મસ્થ રહીને પરમાત્માનું સ્મરણ કરતો ધ્યાન કરતો મૃત્યુને શાંતિથી
ધ્યાનવિચાર
-
-
૯૫