________________
વળી રંગોના ધ્યાન સાથે જે તે પ્રકારની ભાવના કરતા રહેવાની પણ ભલામણ થાય છે, જેમ કે દર્શન કેન્દ્ર ઉપર અરુણ રંગનું ધ્યાન ધરતાં એ ભાવ ભાવવો કે મારી અંતદષ્ટિ ખૂલી રહી છે, આશાનો મારામાં સંચાર થઈ રહ્યો છે, મારા ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે. અહીં સ્વસૂચન દ્વારા પરિવર્તનના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે.
આમ અહીં ઘણાં બધાં સૂચનો થાય છે પણ સાધકે પોતાની પ્રકૃતિ અને અનુકૂળતા લક્ષમાં રાખીને પોતાના ધ્યાનનું આયોજન કરવું ઠીક રહેશે.
ધ્યાનવિધિ આ ધ્યાન કરવા માટે પ્રથમ આપણે એક રંગ નક્કી કરી લેવો જોઈએ જેના પ્રભાવની આપણને આવશ્યકતા વર્તાતી હોય. તે રંગ પસંદ કર્યા પછી આપણે કલ્પના કરવાની કે એ રંગના પરમાણુઓ આપણા શરીરની ચારેય બાજુ ફેલાઈ રહ્યા છે. ત્યાર પછી એ ભાવ ભાવવાનો કે સમગ્ર આભામંડળ એ જ રંગના પરમાણુઓથી વ્યાપ્ત બની ગયું છે અને હવે આપણે શ્વાસમાં પણ તે રંગના પરમાણુઓ જ લઈ રહ્યા છીએ. ત્યાર પછી એવો ભાવ
ભાવવાનો કે આપણામાં જે લિષ્ટ ભાવ કે કયાય હોય તેના રંગના : પરમાણુઓ ઉચ્છવાસ દ્વારા બહાર નીકળી રહ્યા છે. ત્યાર પછી આપણામાં
અનુકૂળ રંગનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે તેમ ચિંતન કરતાં તે ભાવ દોહરાવ્યા કરવો. જેમ કે, હવે મારામાં આશાનો સંચાર થઈ રહ્યો છે, મારી નિરાશા ચાલી ગઈ છે, મારું બધું સારું જ થઈ રહ્યું છે – વગેરે.
જે ચૈતન્ય કેન્દ્રો ઉપર રંગનું ધ્યાન કરવું હોય તો ત્યાં જે તે રંગના પરમાણુઓ ગાઢા થઈ રહ્યા છે અને અંદરના કેન્દ્ર ઉપર તેનો પ્રભાવ પડી રહ્યો છે એમ ચિંતવતા રહેવું
આવું ધ્યાન વીસેક મિનિટ કરી શકાય પણ રોજ ધ્યાન બદલતા રહેવાથી તેનો ફાયદો નહિ વર્તાય. કોઈ પણ પ્રકારનું ધ્યાન ઓછામાં ઓછું ત્રણ દિવસ માટે તો કરી જોવું જોઈએ. એટલામાં તેના પરિણામનો અણસાર આવે તો ઠીક નહિ તો પછી તે ધ્યાન એક સપ્તાહ પૂરતું કરવું ઠીક રહેશે. વળી આ ધ્યાન કરતાં પહેલાં આગળ દર્શાવેલ તેની પૂર્વભૂમિકા તો તૈયાર કરવી જ જોઈએ અને તેની સમાપન વિધિ પણ સાચવી લેવી જોઈએ; ભલે ધ્યાનવિચાર .
.૮૯