________________
માણસના રોજિંદા વ્યાવહારિક જીવનને નજરમાં રાખીને રંગોની પસંદગી કરવામાં આવી. તે માટે અરૂણ રંગ (સૂર્યોદય વખતનો રંગ) પીળો (સૂર્યમુખીના ફૂલ જેવો) લીલો (હરિયાળી વનસ્પતિનો) નીલો (મોરની ડોક જેવો) અને સફેદ કે શ્વેત (પૂર્ણિમાના ચંદ્ર જેવો) રંગોની પસંદગી કરવામાં આવી.
અરૂણ રંગનું ધ્યાન કરવાથી માણસની ઉદાસીનતા ઓછી થાય છે અને જીવન પ્રત્યેનો અભિગમ આશાભર્યો રહે છે. પીળો રંગ. સ્વસ્થતા અને સ્વાશ્મનો છે. તેનાથી આવેગો ઉત્તેજિત થતા નથી અને વિવેકનું પ્રાધાન્ય રહે છે. વનસ્પતિનો લીલો રંગ હૃદયને શીતળતા આપનારો રંગ છે. તેનાથી મન પ્રસન્ન રહે છે અને મૈત્રીભાવ જાગે છે. નીલો રંગ માણસને કર્મઠ બનાવે છે જે દઢતાનો રંગ છે. શ્વેત રંગ શાંતિનો રંગ છે. તેનાથી ચિત્ત નિર્મળ થાય છે. ક્યાયો પાતળા પડે છે. જીવન આધ્યાત્મિક બનતું જાય છે.
આજના વિજ્ઞાને એ વાતનો સ્વીકાર કર્યો છે કે રંગો માણસના અંતરમનને પ્રભાવિત કરતા જ રહે છે. તેને કારણે માણસના જીવન પ્રત્યેનો અભિગમ બદલાતો રહે છે અને તેનું પ્રતિબિંબ માણસના વાણી વર્તનમાં ઝિલાય છે. આ વાતનો અર્થ એ નથી કે રંગો જ માણસના સમસ્ત જીવનને બદલી નાખે છે. પરંતુ જો યોગ્ય રંગોનું ધ્યાન કરતા રહીએ તો તેની આપણા જીવન ઉપર અસર પડ્યા વિના રહેતી નથી. તેનાથી લાંબે ગાળે આપણો જીવન પ્રતિનો અભિગમ બદલાઈ જાય છે. રંગના માનવજીવન ઉપરના પ્રભાવની વાત કપોલકલ્પિત નથી પણ વૈજ્ઞાનિક છે. માણસ પોતે શું બનવા માંગે છે તે નક્કી કરીને તે પ્રમાણેના રંગોનું ધ્યાન તેણે કરવું જોઈએ. તેનાથી ચિત્તને શાંતિ તો મળશે જ પણ તેમાં બદલાવ આવતો થઈ જશે. - રંગોના ધ્યાનને વધારે અસરકારક બનાવવા માટે અમુક ચૈતન્ય કેન્દ્રો ઉપર જે-તે રંગનું ધ્યાન કરવાની હિમાયત કરવામાં આવે છે. લીલા રંગનું આનંદ કેન્દ્ર ઉપર, નીલા રંગનું વિશુદ્ધિ કેન્દ્ર ઉપર, અરુણ રંગનું દર્શન કેન્દ્ર ઉપર, પીળા રંગનું તૈજસ કેન્દ્ર ઉપર અને શ્વેત રંગનું જ્યોતિકેન્દ્ર ઉપર ધ્યાન કરવાની ભલામણ કરવામાં આવે છે. પરંતુ જો સાધકે પોતાની જરૂરિયાત અને તેના ઉપર વર્તાતા પ્રભાવનો ખ્યાલ કરીને યોગ્ય રંગોની પસદંગી કરી હશે તો તે તેને અનુકૂળ રહેશે. ૮૮
ધ્યાનવિચાર