________________
આપણાં વાણી-વર્તન-સ્વભાવ વગેરેમાં પરિવર્તન આવી જાય છે. અનપેક્ષા ધ્યાનનો પ્રમુખ હેતુ માનવીનું રૂપાંતર કરીને તેને સારો-સ્વસ્થ-શાન્ત બનાવવાનો છે જેથી તે આલોકમાં પ્રસન્ન રહીને જીવી શકે અને તેનો પરલોક પણ સુધરી જાય. આમ અનુપ્રેક્ષા ધ્યાન એ વિશિષ્ટ છે. તેને પ્રેક્ષા ધ્યાનનું બીજું અંગ પણ કહી શકાય. અનુપ્રેક્ષા કર્યા વિના પ્રેક્ષાનો પૂર્ણ લાભ મળતો નથી.
ધ્યાનના અર્થઓએ વિચારથી ગભરાવા જેવું નથી. વિચાર સ્વાભાવિક છે. આપણને જો તેનો વિવેકથી ઉપયોગ કરતાં આવડે તો તે આપણા માટે ઉપકારક બની શકે. પ્રેક્ષા ધ્યાનમાં વિચાર બાધક છે જ્યારે અનુપ્રેક્ષા ધ્યાનમાં વિચાર સાધન છે. પ્રેક્ષામાં આપણે જે જોયું-જાણ્યું તેના ઉપર અનપેક્ષામાં વિચાર કરીને આપણે આગળ વધવાનું છે. પ્રેક્ષા કરતાં આપણે જોયું કે સમગ્ર સંસાર પ્રકંપનોનો છે. જડ કે ચેતન - બધામાં ક્ષણે ક્ષણે તરંગો ઊઠે છે અને વિલીન થઈ જાય છે. તેના ઉપર અનુપ્રેક્ષા કરતાં આપણને એ સત્ય મળે છે કે તરંગોની પાછળ સાગર જેવું કોઈ એક ધ્રુવ તત્ત્વ છે જેમાંથી આ તરંગો ઉદ્ભવે છે અને વિરમે છે. આ ધ્રુવ તત્ત્વ એ જ આત્મતત્ત્વ. પ્રેક્ષા આપણને સત્યની નજીક લઈ જાય છે. અનુપ્રેક્ષા કરતાં આપણને પૂર્ણસત્ય મળી આવે છે. જૈન ધર્મની આ ત્રિપદી છે. ૩૫ને
વા, વિયને ફુવા, યુવે વા - ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે અને શાશ્વત રહે છે.
અનુપ્રેક્ષા ધ્યાનમાં વિશેષતયા સંસારના સ્વરૂપ વિશે ચિંતન કરવામાં આવે છે. સંસારનું સમગ્ર સ્વરૂપ અનિત્ય આદિ બાર ભાવનાઓમાં વ્યક્ત થાય છે. આ ભાવનાઓ છે : અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, સંસાર, લોક, અશુચિ, ધર્મ અને બોધિ. તેની સાથે કર્મલક્ષી ત્રણ ભાવનાઓ આસવ સંવર અને નિર્જરા લેવામાં આવે છે. પ્રકારાન્તરે અનુપ્રેક્ષામાં ભાવ પરિવર્તન માટે મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યશ્ય ભાવનાઓ પણ લેવાય છે. આ ભાવનાઓ ભાવતાં-ભાવતાં, તેના ઉપર મનન-ચિંતન કરતાં જીવ આત્માભિમુખ થતો જાય છે અને તેનાં વાણી-વર્તન તેને અનુરૂપ થતાં જાય છે. ભાવનાને કારણે અધ્યાત્મ માર્ગમાં અનુપ્રેક્ષા ધ્યાન ઘણું મહત્ત્વનું ગણાય છે. ધ્યાનવિચાર
- ૯૧