________________
તે માટે આપણે ઓછો સમય આપીએ પણ તે બંને વિધિ સદંતર છોડી ન દેવી.
આ વેશ્યા ધ્યાનનો હેતુ વ્યક્તિના ભાવ પરિવર્તન માટેનો છે. તેનાથી ચિત્તની શુદ્ધિ થાય છે, કષાયો મંદ પડે છે અને જીવન પ્રત્યેનો અભિગમ બદલાતો રહે છે. ધ્યાન માટે પ્રશસ્ત રંગો જ લેવા જોઈએ જેથી ચિત્તમાં પડેલા અપ્રશસ્ત કે ખોટા ભાવોનો ક્રમે ક્રમે વિલય થતો જાય. લેહ્યાધ્યાન રૂપાંતરનું ધ્યાન છે. અંત ચિત્તમાં પડેલા મલિન, અસ્વસ્થ ભાવોનું પરિવર્તન કરીને તેને શુદ્ધ અને સ્વસ્થ બનાવવા માટે આ ધ્યાન કરવાનું હોય છે.
અનુપ્રેક્ષા માણસ પાસે બે પ્રબળ શકિતઓ છેઃ એક છે જોવાની-જાણવાની. તેનો પ્રેક્ષા કરવામાં ઉપયોગ થાય છે. જ્યારે એક વિષય લઈને તેની તલસ્પર્શી પ્રેક્ષા કરવામાં આવે ત્યારે તે પ્રેક્ષાધ્યાન કહેવાય છે. માણસ પાસે બીજી શકિત છે વિચારની, ચિંતન-મનનની. આ શક્તિ સંસારનાં સર્વ પ્રાણીઓને સુલભ નથી. વિચારની શકિત દ્વારા એક જ વિષય ઉપર જે મનન-ચિંતન કરવામાં આવે છે તેને અનુપ્રેક્ષા કહેવામાં આવે છે.
સામાન્ય છે માણસ જે જોયું હોય કે જાણ્યું હોય તેને કારણે જ વિચાર કરતો થઈ જાય છે તેથી તેને અનુપ્રેક્ષા કહેવામાં આવે છે. અનુપ્રેક્ષામાં અતીતની સ્મૃતિઓ પણ આવે, ભાવિની ધારણાઓ પણ સમાઈ જાય. માણસ મન દ્વારા ભૂત અને ભાવિ બંનેમાં રમતો હોય છે. બંનેને જોતો હોય છે. સામાન્ય રીતે માનવી મન જે વિષય આપે તેના ઉપર વિચાર કરતો થઈ જાય છે અને મન ક્ષણેક્ષણે વિષયો બદલતું રહે છે તેથી વિચારની શકિત વિખરાઈ જાય છે. જ્યારે મને એક જ વિષય ઉપર વિચાર કરે, મનનચિંતન કરે ત્યારે તે ધ્યાન બની જાય છે. આ રીતે જે ધ્યાન થાય છે તેને અનુપ્રેક્ષા ધ્યાન કહેવામાં આવે છે. અનુપ્રેક્ષા ધ્યાનનો હેતુ માનવીનું રૂપાંતર કરવાનો હોય છે.
આપણે જ્યારે એક જ વિષય લઈને તેના ઉપર ચિંતન-મનન કરીએ છીએ ત્યારે તેની આપણા અંતચિત્ત ઉપર ઊંડી છાપ પડે છે. તેને કારણે ૯૦
ધ્યાનવિચાર