________________
સેજા; મિતિમ્ ભૂએસ કપ્પએ. હે આત્મા સ્વયં સત્યને જાણ અને સંસારના સર્વ જીવો પ્રતિ મૈત્રીભાવ રાખ. બીજું સૂત્ર છે ઃ આહંસુ વિજ્જા ચરણં પમોક્ષં : દુઃખમુક્તિને માટે વિદ્યા અને આચારનું પરિશીલન કર. આ બંને સૂત્રો ભાવથી બોલીને તેના ભાવને ભાવવાનો હોય છે.
ત્યારપછી સાધક ચાર શરણ સૂત્રો બોલે છે. અર્હતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પન્નતં ધમ્મ શરણં પવજ્જામિ. આ ચારેય સૂત્રો પૂર્ણ ભાવથી બોલવાનાં છે. માનવી ગમે તેટલો શક્તિશાળી હોય પણ છેવટે તે અસહાય છે. જીવન દરમિયાન અને જીવનને અંતે પણ માનવીને આ ચાર શરણનો જ સધિયારો છે બાકી અન્ય કોઈનું શરણ તેને બચાવી શકતું નથી. આ ચાર શરણ છે : અરિહંત પરમાત્માનું શરણ, સિદ્ધ પરમાત્માઓનું શરણ, સાધુઓનું શરણ અને સર્વજ્ઞ કથિત ધર્મનું શરણ. ચારેય શરણનાં સૂત્રો ત્રણ વાર ભાવથી દોહરાવ્યા પછી સાધક પચાંગ પ્રણિપાત કરતાં - વંદે સચ્ચ
એમ ત્રણ વાર બોલે છે. હું સત્યનો સ્વીકાર કરું છું – વંદન કરું છું. આટલું થયા પછી ધ્યાન પૂર્ણ થાય છે. ધ્યાનમાં આગળ વધ્યા પછી સાધક ધ્યાનની પૂર્વવધિ અને સમાપન વિધિને ટૂંકાવી પણ શકે છે.
પ્રેક્ષા ધ્યાનમાં પ્રાથમિક વિધિ અને સમાપન વિધિ જરા લાંબી લાગે પણ તે ઘણી મહત્ત્વની છે. તે વિધિ દરમિયાન જ સાધકમાં શાન્તિનું અવતરણ થવા લાગે છે. વિધિમાં આવતાં સૂત્રો જો સાધક ભાવપૂર્વક બોલે અને તે વખતે તેની સાથે ચિત્તનું અનુસંધાન કરી લે તો બંને વિધિ મળીને જ એક સંક્ષિપ્ત ધ્યાન બની જાય છે. સાધક પાસે વધારે સમય ન હોય સુવિધા ન હોય તો તે દિવસમાં બે-ત્રણ વાર પૂર્વ વિધિ અને ઉત્તર વિધિ સૂત્રો સહિત કરતો રહે તો પણ તેને ધ્યાન જેવો જ લાભ મળશે. આજની દોડધામ ભરેલી જિંદગીમાં માણસ આખા દિવસમાંથી ફક્ત એક કલાક ધ્યાન માટે ફાળવશે તો તેને ચિત્તની ઘણી શાન્તિ મળશે, સ્વસ્થતા રહેશે અને જીવનમાં પ્રસન્નતા વધતી રહેશે.
૭૮
-
ધ્યાનવિચાર