Book Title: Dhyanvichar
Author(s): Chandrahas Trivedi
Publisher: Gurjar Agency

View full book text
Previous | Next

Page 77
________________ તે માટે યોગ્ય આસનની પસંદગી કરી કરોડરજ્જુને વાળ્યા વિના બેસવું - જેથી ઊર્જાના ગમનમાં સરળતા રહે. સ્વાથ્ય સારું ન હોય, વધારે ઉંમર હોય તો સૂતાં સૂતાં પણ ધ્યાન કરી શકાય. ધ્યાન દરમિયાન શરીરમાં ઉત્પન્ન થયેલ ઊર્જા જમીનમાં વહી ન જાય તે માટે બેઠકની નીચે કંતાન કે ગરમ કપડાનું આસન રાખવું અને પગ લટકતા રાખ્યા હોય (ખુરશીમાં બેસીને) તો તેની નીચે પણ એવા કાપડનો કટકો રાખવો. મુદ્રાઓની જાણકારી હોય તો મુદ્રા રાખીને પણ ધ્યાન કરી શકાય. કોઈ પણ પ્રકારનું ધ્યાન કરવા માટે આ બધી બાબતોનો ખ્યાલ રાખ્યો હશે તો જ તે ધ્યાન સારું લાગશે. ધ્યાન કરતાં પહેલાં પોતાના ઇષ્ટદેવનું સ્મરણ કરીને, તેમને વંદન કરીને ધ્યાન કરવું જોઈએ. માનવી માત્રની શકિતઓ મર્યાદિત છે. ધ્યાન સિદ્ધ કરવા માટે તેના એકલાના પ્રયાસો પર્યાપ્ત નહીં બની રહે. માણસ નમે છે ત્યારે તેનો અહંકાર મૂકે છે. અહંકાર નમતાં જ અસ્તિત્વમાં પ્રવર્તમાન અજ્ઞાત શક્તિઓની સહાયનો માર્ગ મોકળો થાય છે. ' કોઈ પણ ધ્યાન લેતાં પહેલાં તેના આશય વિશે સ્પષ્ટ થઈ જવું જોઈએ અને તે સિદ્ધ કરવા માટે સંકલ્પ કરવો જોઈએ. યાત્રાએ નીકળતાં પહેલાં મુકામ નક્કી કરી લેવો જોઈએ. પ્રેક્ષા ધ્યાનનું સૂત્ર છેઃ સંપિફખએ અપ્પગમપ્પણું. તેનો અર્થ છે આત્મા દ્વારા આત્માને જોવો. જેમ દીપકના અજવાળામાં જ દીપક દેખાય છે તેમ આત્માના અજવાળામાં જ આત્મા દેખી શકાય. આત્મા ઇન્દ્રિયગમ્ય નથી તેથી તેને આત્મા દ્વારા જ જોઈ શકાય. વાતનું તાત્પર્ય છે કે આત્માની અનુભૂતિ કરવી. જો સાધકનો આશય અન્ય કોઈ હોય તો તે વિશે પણ સંકલ્પ કરી શકાય. જો કે આત્માના સાક્ષાત્કારમાં સર્વ સમાઈ જાય છે. બાકી પ્રેક્ષાધ્યાનમાં મૂળ વાત છે જેવાની. રાગ-દ્વેષ રહિત થઈને જે કંઈ થઈ રહ્યું છે તેને જોવાની અને જાણવાની. ધ્યાનસૂત્રનો સંકલ્પ કર્યા પછી સાત કે નવ વખત ૩૪ કે ગર્વ મંત્ર બોલવાની વિધિ છે. આ મંત્રનો ધ્વનિ છેક નાભિથી ઊઠવો જોઈએ અને મસ્તકથી ટોચ સુધી પહોંચે ત્યાં સુધી તેનું ગુંજન થવું જોઈએ. તેનાથી આખા શરીરમાં પ્રાણનાં પ્રકંપનો ફરી વળે છે જે શરીરની શુદ્ધિ કરે છે. ત્યારપછી કાયિક, વાચિક અને માનસિક પ્રવૃત્તિઓનો નિરોધ કરી મૌનમાં ઊતરવાનું હોય છે. આમ બધા વ્યાપારો શાન થઈ ગયા પછી સ્વસૂચન ૭૬ ધ્યાનવિચાર

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114