________________
અહં – કે પછી એવા એકાક્ષરી કે દ્વીઅક્ષરી મંત્રનો ઉચ્ચાર કરી શકે છે. દરેક
-
મંત્રને તેનું કેન્દ્ર હોય છે - જ્યાં તેની ચોટ વાગતાં તે કેન્દ્ર ગતિશીલ બને છે અને ત્યાંથી ઊર્જા વહેવા માંડે છે. તેનાથી સાધકમાં યથા તથા પરિવર્તન ઘટિત થવા લાગે છે. આ ચરણ પણ દસ મિનિટનું છે.
આ પ્રક્રિયાથી મંત્રના ધ્વનિની શક્તિ તમારામાં પ્રવાહિત થવા લાગે છે. આગળનાં બે ચરણો પછી તમારામાં જે અવકાશ ઊભો થયો હોય છે તેને આ ધ્વનિની શક્તિ ભરી દે છે. ધ્વનિની ઊર્જાનો માણસ ઉપર ઘણો પ્રભાવ હોય છે. તેનાથી તમારા વ્યક્તિત્વનું રૂપાંતર થવા લાગે છે. ધ્વનિથી ઉત્પન્ન થયેલી ઊર્જા મેરુદંડમાં પ્રવાહિત થઈને ઊર્ધ્વગમન કરે છે, તેનાથી તમને અપૂર્વ આનંદની અનુભૂતિ થવા લાગે છે. જીવંતતા તમારા આખા શરીરમાં વ્યાપી જાય છે.
સક્રિય ધ્યાનનાં પહેલાં ત્રણ ચરણ દસ દસ મિનિટનાં હોય છે. તે પછી ચોથું ચરણ લેવાનું છે. જે પંદર મિનિટનું છે. તેમાં તમે જ્યાં હો ત્યાં તમારે રોકાઈ જવાનું છે. દરમિયાન તમારે શરીરને જરાપણ વ્યવસ્થિત કરવાનું નથી. તે સમયે ખાંસી છીંક જેવા આવેગો ઉપર સંયમ રાખવાનો છે. જેથી તમે ત્રણ ચરણમાં અર્જિત કરેલી ઊર્જા સહેજ પણ વેડફાઈ ન જાય. તે સમયે તમારે કેવળ સાક્ષી બનીને જે કંઈ થતું હોય તે જોયા કરવાનું છે. ઓશોના મન્ને સાક્ષીભાવ ધ્યાનનો આત્મા છે. એક રીતે ધ્યાનની આખી યાત્રા વિભાવોમાંથી સ્વભાવ તરફની છે એમ પણ કહી શકાય. સાક્ષીભાવ અસ્તિત્વની અત્યંત નજીકની અવસ્થા છે.
જો ધ્યાનનાં ત્રણ ચરણ બરોબર સધાયાં હોય તો તે દરમિયાન ઉત્પન્ન થયેલી ઊર્જા – બળવત્તર થયેલી ઊર્જા ઊર્ધ્વગમન કરતી જેમ જેમ મેરુદંડમાં આવેલાં સૂક્ષ્મ ચક્રોનું ભેદન કરીને આગળ વધતી જાય છે તેમ તેમ સાધકમાં આનંદનું અવતરણ થવા લાગે છે. જો તે ઊર્જા બ્રહ્મરંધ્ર સુધી પહોંચી જઈને ત્યાં વર્તુળાકારે સ્થિર થઈ જાય તો પછી તમે પરમાત્મભાવમાં અવસ્થિત થઈ જાઓ છો. પછી તમારે કોઈ યાત્રા કરવાની રહેતી નથી. પણ જૂજ વિરલાઓ જ આ અવસ્થા સુધી પહોંચી શકે છે. તે સમયે તમે અસ્તિત્વ સાથે તદ્રુપ થઈ જાવ છો. તમે ઇચ્છારહિત બની જાવ છો. સાધનાનું આ સર્વોચ્ચ શિખર છે. દ્વૈતમાંથી શરૂ થયેલી યાત્રા અદ્વૈતમાં વિરમે છે. તે વખતે ધ્યાનવિચાર
૭૩