________________
તમે આ બિંદુને સ્પર્શો છો કે તમારી અંદર શાન્તિ ઊતરવા લાગે છે.
આમ ઓશોનું ધ્યાન વિક્ષિપ્તતાને ઉશ્કેરીને પછી અવિક્ષિપ્તતામાં જવા માટેની વિધિ છે. તે રીતે તેઓ સૌથી અલગ પડી જાય છે. તેમના આ ધ્યાનને ધંધાત્મક ધ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓશો માને છે કે જીવનમાં વિક્ષિપ્તતાથી ભાગવાનું નથી. પણ તેને અપનાવીને તેનો ઉપયોગ કરીને આગળ વધવાનું છે. વિપરીતતા વિના જીવનમાં સંતુલન બનવું અસંભવ છે. વિપરીતતાનો અસ્વીકાર કરીને જે સાધના થાય છે તે જીવંત નથી રહેતી. તે નિરસ બની જાય છે. વિપરીતતા વિનાનું જીવન માંદલું બની રહે છે. ઓશોના ધ્યાનમાં આયાસ છે પણ તે અપ્રયાસની અવસ્થામાં જવા માટે છે.
ઓશોએ ધ્યાન ઉપર જેટલા પ્રયોગો કર્યા છે તેટલા કદાચ અન્ય કોઈ દાનિકે નહિ કર્યા હોય. તેમના ધ્યાનમાં વિષયો અને વિધિ બંનેનું વૈવિધ્ય છે. તેમના વિષયોમાં કુંડલિની આવે, ૐ આવે તો પ્રકાશ અને અંધકાર પણ આવે. તેઓ ધ્વનિનું પણ ધ્યાન કરાવે. તેમણે આકાશ અને સંગીતને પણ ધ્યાનના વિષયો બનાવ્યા છે. કેવળ શાન્ત બેસી રહેવાની વાતને પણ તેઓ ધ્યાનમાં ઉતારી શકે છે. આ બધાની ચર્ચા કરવાનો આ પુસ્તકનો આશય નથી. મારું પ્રયોજન તો સુજ્ઞ વાચક વર્ગને ઓશોના ધ્યાન પાછળની તત્ત્વજ્ઞાનની ભૂમિકા અને તેમના અભિગમથી અવગત કરાવવાનું છે. ઓશોના ધ્યાનના નમૂના તરીકે મેં અહીં તેમના અતિ ચર્ચિત સક્રિય ધ્યાનના એક પ્રયોગનું નિરૂપણ કર્યું છે.
ઓશો સક્રિય ધ્યાનના પહેલા ચરણમાં તેજીથી અને ઊંડાણથી શ્વાસઉચ્છ્વાસની ક્રિયા કરવા કહે છે. પૂર્ણ ક્ષમતાથી અને ઝડપથી આમ શ્વાસ લેવાની અને છોડવાની ક્રિયા સાધકે લગભગ દસ મિનિટ કરવાની છે. તે વખતે શ્વાસ સિવાય બધું ભૂલી જવાનું છે. એમાં શ્વાસને લયબદ્ધ કરવાની તો વાત જ નથી. જે વાત છે તે શ્વાસની અરાજકતાની અને તેને અસ્તવ્યસ્ત કરવાની. આમ તેજીલા શ્વાસોચ્છ્વાસની ક્રિયાથી તમારી અંદર વહેતી ઊર્જા વેગીલી બને છે અને અધિક ઊર્જાનું નિર્માણ થાય છે. સાધકે આ ધ્યાનવિચાર .
૭૧